નાયબ ખેતી નિયામકની અપીલ:ગાંધીનગરના ખેડૂતોને ધારા-ધોરણો ન દર્શાવ્યાં હોય તેવા અમાન્ય બિયારણની ખરીદી ન કરવા સૂચન

ગાંધીનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 4G અને 5G જેવા નામે વેચાતા અમાન્ય બિયારણની ખરીદી ન કરવા અપીલ
  • ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ ધરાવતી સહકારી મંડળી, સરકારી સંસ્થા પાસેથી કરવાની સલાહ

ગાંધીનગર જિલ્લામાં ખેડૂતોએ કપાસના બિયારણની થેલી-પેકેટ કે જેના પર બિયારણના ધારા-ધોરણો દર્શાવેલા ન હોય તેવા 4G અને 5G જેવા નામે વેચાતા અમાન્ય બિયારણની ખરીદી ન કરવા માટે નાયબ ખેતી નિયામક દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમણે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારાધોરણો દર્શાવેલા ન હોય તેવા 4G અને 5G જેવા જુદા જુદા નામે વેચાતાં અમાન્ય બિયારણની કોઇપણ સંજોગોમાં ખરીદી ન કરવા જણાવ્યું છે.

નાયબ ખેતી નિયામકે ગાંધીનગર જિલ્લાના તમામ ખેડૂતોને જણાવ્યું છે કે, આગામી ખરીફ ઋતુમાં વાવેતર માટે બિયારણ ખરીદી કરતી વખતે ખાસ કાળજી રાખવી. બિયારણની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ-પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ કરવી. ઉપરાંત ખેડૂતોએ બિયારણની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરૂં નામ, સરનામું અને જે બિયારણની થેલી સીલ બંધ છે કે કેમ? તેમજ તેની મુદત પૂરી થઇ ગયું નથી તે બાબતની ખાસ ચકાસણી કરવી. કોઇપણ સંજોગોમાં મુદત પૂરી થયેલી હોય તેવા બિયારણની ખરીદી ન કરવી જોઈએ એમ પણ જણાવવામાં આવ્યું હતું.

તેમણે ગાંધીનગર જિલ્લાના ખેડૂતોને અપીલ કરી છે કે, કપાસ પાકના બિયારણની થેલી અથવા પેકેટ કે જેના પર ઉત્પાદકનું નામ, સરનામું અને બિયારણના ધારા-ધોરણો દર્શાવેલા ન હોય તેવા 4G અને 5G જેવા જુદા જુદા નામે વેચાતા બિયારણ અંગેની જાણ થાય તો તેની જાણ નાયબ ખેતી નિયામક(વ)ની કચેરી, સેક્ટર-15, ગાંધીનગર કે સંબંધિત એગ્રીકલ્ચર ઇન્સ્પેક્ટરને કરવી. તેમજ વાવણી બાદ ખરીદેલા બિયારણનું પેકેટ-થેલી તેમજ બિલ પણ સાચવી રાખવા નાયબ ખેતી નિયામકે ભારપૂર્વક જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...