વિધાનસભા ચૂંટણી:1 ઓક્ટોબર સુધી 18 વર્ષ પૂર્ણ કરનારને મતાધિકાર, વધુ મતદાન માટે કવાયત

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

રાજયમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાર યાદી તૈયાર કરવામાં કરાયેલા સુધારા સંદર્ભે બે દિવસનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં આગામી ચૂંટણીમાં મતદાન વધે તેટલા માટે જે વ્યકિતએ તા. 1 ઓકટોબર,2022 સુધીમાં 18 વર્ષ પૂર્ણ કર્યા હોય તેમના મતાધિકાર મળે તેની રણનિતી તૈયાર કરવામાં આવી છે.

ચૂંટણી પંચ દ્વારા મહાત્મા મંદિરમાં યોજાયેલા બે દિવસ સેમીનારમાં 31 જિલ્લા ચૂંટણી અધિકારી,33 અધિક અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ 27 જેટલા મતદાર નોંધણી અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સેમીનારમાં તેમને કેન્દ્રિય ચૂંટણી પંચ દ્વારા તા. 2 જાન્યુઆરી,2022થી તા. 1 ઓકટોબર,2022 સુધીમાં 18 વર્ષ પુરા થયા હોય તેવા નવા યુવા મતદારો પણ મતદાર યાદીમાં નામ નોંધાવી શકે તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

ચૂંટણી પંચ દ્વારા મહત્તમ વ્યકિતઓ મતદાનનો લાભ લઇ શકે તેટલા માટે મતદાર યાદીમાં નામ નોંધાવવાની તા. 1 ઓકટોબર સુધી રાખવામાં આવી છે. બે દિવસીય સેમીનારમાં તા. 1 ઓકટોબર સુધીના મતદારોની યાદી તૈયાર કરવાની રણનીતિ ઘડાઈ છે.

અન્ય સમાચારો પણ છે...