સફળ સારવાર:3 ગણા મોટા મગજવાળી 3 વર્ષની બાળાનું કોકલીયર ઇમ્પ્લાન્ટની સફળ સર્જરી

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં સરખેજની બાળાનું ઓપરેશન કરાયું
  • મગજ ગરદન સુધી નીચે ઊતરી ગયું હોવાથી ઓપરેશન સતત 5 કલાક સુધી ચાલ્યું હતું

જન્મજાત જ ત્રણ ગણા મોટા મગજ સાથે જન્મેલી બાળકનું કોકલીયર ઇમ્પ્લાન્ટનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું છે. મગજનો પાછળનો ભાગ છેક મગજ સુધી ઉતરી ગયું હોવાથી કોકલીયર તેની મૂળ જગ્યાથી 10 સે.મી. નીચે આવી ગયું હોવાથી ઓપરેશન ક્રિટીકલ બની રહ્યું હતું. આથી ઓપરેશન 5 કલાક સુધી લાંબુ ચાલ્યું હતું. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કોકલીયર ઇમ્પ્લાન્ટનું ક્રિટીકલ ઓપરેશન કરવામાં આવ્યું છે.

આ અંગે સિવિલ હોસ્પિટલના ઇએનટી સર્જન ડો.નિરજા સૂરીએ જણાવ્યું છે કે અમદાવાદના સરખેજમાં રહેતી ત્રણ વર્ષીય નૌશીબા જન્મજાત કાને સાંભળતી નહી હોવાથી બોલતી નહી હોવાથી તેના માતા-પિતાએ કોકલીયર ઇમ્પ્લાન્ટના ઓપરેશન માટે સંપર્ક કર્યો હતો. બાળકીની મેડિકલ તપાસમાં તેનું મગજ ત્રણ ગણું મોટું હોવાથી એમઆરઆઇ કરાવ્યું હતું. તેમાં માથાના પાછળના ભાગમાં મગજ ગરદન સુધી નીચે ઉતરી ગયું હોવાનું જાણવા મળ્યું હતું. આથી બાળકીનું કોકલીયર ઇમ્પ્લાન્ટનું ઓપરેશન કરવું જોખમી બની રહેવાની શક્યતા હતી.

જોકે ન્યુરોસર્જનનો ઓપિનીયન લેવામાં આવ્યો હતો. ત્યારબાદ ઓપરેશન કર્યું હતું જોકે મગજ નાનું હોવાથી કોકલીયર મૂળ જગ્યાથી 10 સે.મી. નીચે ઉતરી ગયું હોવાથી એક કલાક ચાલતું ઓપરેશન પાંચ કલાક ચાલ્યું હતું. ઓપરેશનમાં એનેસ્થેસિયા તબિબ ડો.શોભના ગુપ્તા, ડો.ભારતી, ડો.શીતલ, ડો.હિના ગદાની, ડો.વિરલ પટેલ, ડો.વિશ્વાસ પટેલ, ડો.દિપક ટાંક અને ડો.ઉર્વી શાહ સહિતની ટીમોએ સફળ ઓપરેશન કર્યું હતું.

ત્રણ વર્ષની બાળકીનું મગજ ત્રણ ગણું મોટું હોવાથી કોકલીયર ઇમ્પ્લાન્ટ ચહેરા અને આંખની માટેની ઉપયોગી નશની નીચે આવી ગયું હતું. આવા ઓપરેશનને ચેરી માર ફાઉન્ડેશન કહે છે. આથી નશને ડેમેજ થાય નહી તે રીતે ઓપરેશન કરવાનું હોવાથી એક કલાકનું ઓપરેશન પાંચ કલાક ચાલ્યું હોવાનું ઇએનટી સર્જન ડો.નિરજા સૂરીએ જણાવ્યું છે.બાળકીનું મગજ ત્રણ ગણું મોટું અને ગરદન સુધી નીચે ઉતરી ગયું હોવાથી ઓપરેશન પહેલાં ન્યુરોસર્જન પાસેથી મંતવ્યો લેવામાં આવ્યા હતા.

તેમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલના ન્યુરોસર્જન અને ખાનગી હોસ્પિટલના ન્યુરોસર્જનના રિપોર્ટના આધારે ઓપરેશન કરાયું હોવાનું ઇએનટી સર્જન ડો.નિરજા સૂરીએ જણાવ્યું છે.ત્રણ વર્ષની બાળકીનું મગજ નિયત કરતા ત્રણ ગણું મોટું હોવાથી તેનું મગજ અન્ય અવયવોને નુકશાન કરતું નથી. તેના માટે દર છ મહિને બાળકીને એમઆરઆઇ કરાવીને ન્યુરોસર્જનને બતાવવાનું રહેશે.

અન્ય સમાચારો પણ છે...