ગાંધીનગર કોર્પોરેશનના કાયમી સફાઈ કામદારોએ પડતર માંગણીઓને લઈને કમિશનર સાથે મિટિંગનો સમય માંગ્યો છે. ગાંધીનગર અને અમદાવાદ શહેર સફાઈ કામદાર યુનિયનના પ્રમુખ શાંતાબેન ચાવડા સહિતના હોદ્દેદારોએ આ અંગે કમિશનરને મળીને લેખિત રજૂઆત આપી છે. જેમાં સફાઈ કામદારોને સેનેટરી મુકાદામ માટે ધોરણ-10 પાસનો નિયમ છે. જે 9 પાસના નિયમ સુધારણા વિનંતી કરાઈ છે. 1 મે 2013ના રોજ મનપામાં કાયમી થયેલા સફાઈ કામદારોના પગારમાંથી સીપીએફ કપાય છે.
તેના એકાઉન્ટ નંબર કે વાર્ષિક અહેવાલ આપવામાં આવતો નથી તો એકાઉન્ટ અને વાર્ષિક અહેવાલ આપવા વિનંતી કરાઈ છે. આ ઉપરાંત કામદારના અવસાન બાદ વારસદારોને ઉંમર તથા અભ્યાસના નિયમો સુધારવા તથા કામદારને અનફીટના નિયમોમાં ફરજનો સમય અને બિમારીમાં સુધારો કરવા રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત ખાલી મહેકમ ભરવા, સફાઈ કામદારોને રહેવા આવાસો બનાવી આપવા, કર્મચારીઓને સામાજિક પ્રસંગે રંગમંચ વિનામુલ્યે ફાળવવા કામદારોની માંગણીઓ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.