રજૂઆત:શહેરના અસરગ્રસ્ત ખેડૂતોના મામલે કલેક્ટરને રજૂઆત

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગામતળ વધારવા, વંચિત ખેડૂતોને લાભો આપવા માગણી

પાટનગરની રચનામાં જમીનો આપનાર ખેડૂતોના પડતર પ્રશ્નોને લઈને ગાંધીનગર અસરગ્રસ્ત ખેડૂત મંડળે કલેક્ટરને રજૂઆત કરી હતી. મંડળના પ્રમુખ જીલુજી વાઘેલા અને મહામંત્રી કેશરીસિંહ બિહોલા સહિતના પ્રતિનિધિઓ સોમવારે કલેક્ટર ડો. કુલદીપ આર્યને મળવા માટે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ અસરગ્રસ્ત ખેડૂતોના કેટલાક પ્રશ્નોને લઈને લેખિતમાં ‌ઉગ્ર રજૂઆત કરી હતી.

મંડળ તરફથી કરેલી રજૂઆતમાં લખ્યું હતું કે, રાજ્યના પાટનગરની રચના માટે ગાંધીનગર જિલ્લાના 14 ગામોના અસરગ્રસ્ત ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનનો ભોગ આપેલ છે. ત્યારે સરકાર દ્વારા નજીવી કિંમત વળતર આપેલ છે અને મોટાભાગે અસરગ્રસ્ત ખેડૂતો જમીનના વળતર અને મળવા પાત્ર લાભોથી વંચિત છે. આ બાબતે અવાર-નવાર રજૂઆત કરવામાં આવેલ છે. જેનો ઉકેલ લાવવા ગાંધીનગર અસરગ્રસ્ત ખેડૂત મંડળે રજૂઆત કરી છે. આ ઉપરાંત મંડળે રાહતદરે ફાળવેલી દુકાનને માલિકી હક આપવા, બાકી રહેલાં અસરગ્રસ્ત ખેડૂતોને દુકાનો ફાળવવી, દુકાન, પ્લોટ, નોકરીથી વંચિત અસરગ્રસ્તોને લાભ આપવા, અસરગ્રસ્ત ગામોના ગામતળ વધારવા, જમીન ગુમાવનાર અસરગ્રસ્તોના સંયુક્ત ખાતેદારોને લાભ આપવા, સાત ગામની સંપદાન થયેલી જમીનો વિકાસ કરવા મંડળે માંગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...