તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય પર પડકાર:સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતગણતરીની તારીખ એક જ રાખવા હાઈકોર્ટમાં રજૂઆત, 9 ફેબ્રુઆરીએ સુનાવણી

ગાંધીનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • હાઇકોર્ટ દ્વારા આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે
 • ભાજપના દબાણમાં મતગણતરીની અલગ અલગ તારીખ જાહેર કરાઈ છે: અમિત ચાવડા

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની મતગણતરી એક જ દિવસે થવી જોઇએ તેવી માગણી સાથે હાઇકોર્ટમાં થયેલી પિટિશનના પગલે કોર્ટે કેસને પ્રાથમિક રીતે સ્વીકારતા ઇલેક્શન કમિશન અને રાજ્ય સરકારને નોટિસ ઇશ્યુ કરી છે. ચૂંટણી પંચ અને રાજ્ય સરકાર જે પણ જવાબ રજૂ કરવા માંગતા હોય તે સોગંદનામા પર 6 ફેબ્રુઆરી સુધીમાં કોર્ટમાં રજુ કરે તેવો કોર્ટનો હુકમ છે. 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે.

આગામી 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી છે. ચૂંટણીપંચે બહાર પાડેલા પરિપત્રને હાઈકોર્ટમાં પડકારાયો છે. મહાનગરોની ચૂંટણીનાં પરિણામ બાદ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતોની ચૂંટણીનું મતદાન થાય તો મુક્ત અને ન્યાયી ચૂંટણીપ્રક્રિયા પ્રભાવિત થઈ શકે એવી અરજદારે કોર્ટમાં રજૂઆત કરી છે, સાથે જ અરજદારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરીની તારીખ એક જ રાખવી જોઈએ એવી રજૂઆત કરી છે. હાઈકોર્ટ દ્વારા આગામી 9 ફેબ્રુઆરીના રોજ સુનાવણી હાથ ધરાશે.

અલગ અલગ મતગણતરીના નિર્ણયને અમે કોર્ટમાં પડકારીશું: અમિત ચાવડાનું ટ્વિટ
સ્થાનિક સ્વરાજ્યની અલગ અલગ ચૂંટણીને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ટ્વિટ કર્યું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમે તૈયાર છીએ. વર્ષ 2015માં હાઇકોર્ટેના આદેશ બાદ પણ ભાજપના દબાણમાં મતગણતરીની અલગ અલગ તારીખ જાહેર કરી છે.ચૂંટણીપંચના આ નિર્ણયને અમે કોર્ટમાં પડકારીશું.

6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીથી મતદાન શરૂ થશે
ગુજરાતમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેમાં પ્રથમ તબક્કે મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા તથા પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકા માટે 21 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. જ્યારે 31 જિલ્લા પંચાયત અને 231 તાલુકા પંચાયત તેમજ 81 નગરપાલિકા માટે 28 ફેબ્રુઆરીએ મતદાન થશે, જેની 2 માર્ચના રોજ મતગણતરી કરવામાં આવશે. આ સાથે જ રાજ્યમાં આચારસંહિતા લાગુ થઈ ગઈ છે.

મતદાન મથકોએ ચૂંટણી-સ્ટાફ, પોલીસને ફેસશીલ્ડથી માંડીને સેનિટાઇઝર આપવામાં આવશે.
મતદાન મથકોએ ચૂંટણી-સ્ટાફ, પોલીસને ફેસશીલ્ડથી માંડીને સેનિટાઇઝર આપવામાં આવશે.

ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રકિયા પુરજોશમાં
હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ભાજપ દ્વારા છેલ્લા દસ દિવસથી અનેક કાર્યક્રમો, ઉદઘાટનો અને નીતિવિષયક નિર્ણયો લેવામાં આવ્યા હતા. એની સાથે સાથે ભાજપ અને કૉંગ્રેસ દ્વારા ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

ફેસશીલ્ડ, માસ્ક અને સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવાશે
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજ્ય ચૂંટણીપંચ દ્વારા તમામ જિલ્લા કલેકટરો સાથે વીડિયો-કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે પણ ચૂંટણીપંચે બેઠકો કરી છે, જેમાં કોરોના સંક્રમણ વચ્ચે ચૂંટણી યોજવાની થતી હોવાથી મતદાન મથકોએ ચૂંટણી-સ્ટાફ, પોલીસને ફેસશીલ્ડથી માંડીને સેનિટાઇઝર આપવામાં આવશે. મતદાન મથકોમાં મતદારો માટે સેનિટાઇઝરની વ્યવસ્થા ગોઠવવામાં આવશે, જેને પગલે સેનિટાઇઝર અને માસ્કની જરૂરિયાત જેવી બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

કર્મચારીઓની રજા રદ, બદલી પર પણ પ્રતિબંધ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીની આચારસંહિતા અમલી બનતાં ચૂંટણીની કામગીરી સાથે સંકળાયેલા અધિકારી-કર્મચારીઓની રજા મંજૂર નહીં કરવા અને બદલીઓ નહીં કરવા ચૂંટણી આયોગ દ્વારા આદેશ અપાયો છે. સરકારી સેવાઓમાં નવી નિમણૂકો આપી શકાશે નહીં તેમજ મતદારો પ્રભાવિત થાય એવી કોઇપણ જાહેરાત કે વચનો આપી શકાશે નહીં. નાણાકીય ગ્રાન્ટ કે એની જાહેરાત થઈ શકશે નહીં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો