તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:ડુંગળીની જેમ બટાટાની પણ નિકાસ કરવા ખેડૂતો દ્વારા CMને રજૂઆત

ગાંધીનગર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • મબલખ ઉત્પાદન થતાં પોષણક્ષમ ભાવ ન મળવાથી કિસાનોને નુકસાન
 • બિયારણ, ખાતર-પાણી, દવાઓ સહિતના ખર્ચને લીધે ખેડૂતોને પોષાતુ નથી : બટાટાનું ઉત્પાદન 300 મણથી વધારે થવાની શક્યતા

બટાટાના વિક્રમજનક વાવેતરની સાથે ઉત્પાદન મબલખ થઇ રહ્યું છે. ત્યારે વેપારીઓ દ્વારા બટાટાના ભાવ ઓછા કરી નાંખતા મોંઘાભાવનું બિયારણ, ખાતર-પાણી, દવાઓ સહિતના ખર્ચને લીધે આર્થિક રીતે ખેડૂતોને નુકશાન થઇ રહ્યું છે. આથી ડુંગળીની જેમ જ બટાટાની પણ નિકાસ કરવામાં આવે તેવી માંગણી સાથે ખેડૂતોએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે.

બટાટાના વાવેતરની સાથે તેને અનુકૂળ તેવું વાતાવરણ રવિ સીઝનમાં રહેતા ખેડૂતોની ધારણા કરતા બમણું ઉત્પાદન બટાટામાં થઇ રહ્યું છે. જોકે બટાટાના સારા ઉત્પાદનની સાથે સાથે ખેડૂતોને યોગ્ય પોષણક્ષમ ભાવ મળે તો ખેડૂતોને આર્થિક પોષાય તેમ છે. નહી તો ખેડૂતોને આર્થિક માર સહન કરવો પડશે તેમ કિસાન રણજીતસિંહ ચાવડાએ જણાવ્યું છે. ગાંધીનગર, મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા સહિતના જિલ્લામાં દર વર્ષ કરતા બટાટાનું વાવેતર વધારે પ્રમાણમાં થયું છે. સામાન્ય રીતે દર વિઘે બટાટાનું ઉત્પાદન 200થી 250 મણ થાય છે. પરંતુ ચાલુ વર્ષે યોગ્ય હવામાનને પગલે પ્રતિ વિઘે બટાટાનું ઉત્પાદન 300 મણથી વધારે થવાની શક્યતા છે. જોકે હાલ બટાટા કાઢવાની સીઝન છે.

એક દાયકાથી બટાટાની ખેતી કરતા ખેડૂત ચંદુભાઇ પટેલે જણાવ્યું છે કે બટાટાની આવક થતાં જ વેપારીઓએ પ્રતિ મણનો ભાવ 150 કરી નાંખ્યો છે. આથી ખાતર, બિયારણ, દવા-પાણી અને મજુરી સહિતનો ખર્ચ નિકળે તેટલો પણ ભાવ મળતો નથી. ત્યારે ખેડુતોને પોષાય તે માટે ડુંગળીની જેમ બટાટાની નિકાસ કરાય તો કિસાનોને પોષાય તેવો ભાવ મળી રહે તેવી માંગણી કરી છે.

1 વીઘે બટાટાની પાછળ 30000નો ખર્ચ
ચાલુ વર્ષે બટાટાનું બિયારણ પ્રતિ 50 કિલોનો ભાવ રૂપિયા 3000 હતો. જ્યારે પ્રતિ કલાલ રૂપિયા 140 પાણીનો ચાર્જ છે. ઉપરાંત દવા, ખાતર અને મજુરી સહિતનો ખર્ચ 10000 થાય છે. આથી પ્રતિ વિઘે બટાટાના ઉત્પાદન પાછળ રૂપિયા 30000નો ખર્ચ થાય છે. આથી તેની સામે પ્રતિ વિઘે ખેડૂતોને રૂપિયા 37000 મળે છે. તેમાં બટાટા કાઢવાની મજુરી બાદ કરતા ખેડૂતોને આર્થિક રીતે કંઇ પોષાતું નહી હોવાનું જણાવ્યું છે.

નિકાસથી પ્રતિમણે ભાવ ઊંચા મળશે
ડુંગળીની વિપુલ આવકને પગલે સરકાર દ્વારા નિકાસની છુટ્ટી આપતા ખેડૂતોને પ્રતિ મણે રૂપિયા 50 જેટલો વધારે ભાવ મળી રહ્યો છે. ત્યારે બટાટાનું પણ મબલખ ઉત્પાદન હોવાથી તેની પણ નિકાસ કરાય તો ડુંગળીની જેમ બટાટાના ભાવ યોગ્ય મળશે તેમ કિસાનોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો