રજૂઆત:3 વર્ષથી અટકેેલી વિદ્યાસહાયકની ભરતી શરૂ કરવા ટેટ પાસ ઉમેદવારોની રજૂઆત

ગાંધીનગર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિદ્યાસહાયકની ભરતીની માંગણી સાથે ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને રજુઆત કરી - Divya Bhaskar
વિદ્યાસહાયકની ભરતીની માંગણી સાથે ઉમેદવારોએ શિક્ષણ મંત્રીને રજુઆત કરી
  • ભરતી નહીં કરાય તો ઉમેદવારોની સપનું ફેબ્રુઆરીમાં રોળાઈ જશે

પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની ભરતી માટે 3 વર્ષથી જાહેરાત જ કરવામાં આવે છે. ભરતી કરવામાં ન આવતાં ટેટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી પડતાં બુધવારે રાજ્યભરના ઉમેદવારો સચિવાલય ખાતે ઊમટી પડીને વિદ્યાસહાયકની ભરતીની માગણી સાથે શિક્ષણ મંત્રીને લેખિત રજૂઆત કરી છે.

વિદ્યાસહાયકની નોકરી માટે રાજ્યભરના અંદાજે 40 હજાર યુવાનોએ ટેટ પાસ કરી છે. જોકે અનેક રજૂઆત કરાયા છતાં કોઇ જ નક્કર નિર્ણય ન લેવાતાં ટેટ પાસ ઉમેદવારોની ધીરજ ખૂટી પડી છે. આથી 3 વર્ષથી અટકી પડેલી ભરતી કરવાની માંગણી સાથે રાજ્યભરથી ઉમેદવારો સચિવાલય ખાતે ઉમટી પડ્યા હતા.

ટેટ પાસ ઉમેદવારોએ મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને વિદ્યાસહાયકની ભરતી કરવાની માંગણી સાથે રજુઆત કરી છે. ઉપરાંત જણાવ્યું છે કે જો ફેબ્રુઆરી સુધીમાં વિદ્યાસહાયકની ભરતી કરવી ખૂબ જ જરૂરી છે. કેમ કે ગત વર્ષ-2018-19માં વિદ્યાસહાયકની ભરતીમાં લાગેલા ઉમેદવારોના બોન્ડ ફેબ્રુઆરીમાં પૂર્ણ થાય છે. આથી જો ભરતી મોડી કરવામાં આવે તો વિદ્યાસહાયકની નોકરી કરતા ઉમેદવારો રિપીટ થતાં અન્ય ટેટ ઉમેદવારોને અન્યાય થશે.

અન્ય સમાચારો પણ છે...