તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:ધો-10માં ગણિતવાળા છાત્રો CBSEના ધો-11માં ગણિત વિષય રાખી નહીં શકે

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શિક્ષણ બોર્ડનો ધોરણ-11 સાયન્સમાં પ્રવેશ નહીં આપવા આદેશ

સબીએસઇમાં ધોરણ-10માં બેઝિક અને સ્ટાન્ડર્ડ ગણિત રાખવામાં આવ્યા છે. આથી ધોરણ-11 સાયન્સમાં પ્રવેશને લઇને ઉભા થતા વિવાદને ખાળવા માટે શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે. જેમાં સીબીએસઇના ધોરણ-10માં બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓને સીબીએસઇના ધોરણ-11માં ગણિત વિષય રાખી શકશે નહી. તેજ રીતે શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી ધોરણ-11 સાયન્સની શાળાઓમાં પણ પ્રવેશ આપી શકાશે નહી.

કોરોનને ધ્યાનમાં રાખીને રાજ્યના શિક્ષણ વિભાગે અમુક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જે માત્ર એક જ વર્ષ માટે જ હોવા છતાં અમુક શાળાઓ દ્વારા હજુય સીબીએસઇના ધોરણ-10માં બેઝિક ગણિત સાથે પાસ થયેલા વિદ્યાર્થીને ધોરણ-11 સીબીએસઇમાં ગણિત વિષય સાથે અને શિક્ષણ બોર્ડના ધોરણ-11 સાયન્સમાં પ્રવેશ આપી રહ્યા છે. આથી સીબીએસઇના ધોરણ-10ના ગણિત બેઝિક વિષયવાળા વિદ્યાર્થીઓને પ્રવેશને લઇને ઉભી થયેલી વિસંગતતાને દુર કરવા માટે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં માંગ ઉઠી હતી.

આથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ કરાયો છે કે સીબીએસઇ બોર્ડમાંથી ધોરણ-10માં બેઝિક ગણિત સાથે અભ્યાસ કર્યો હોય તેવા વિદ્યાર્થીઓને સીબીએસઇની ધોરણ-11માં ગણિત વિષય રાખી શકાય નહી. ઉપરાંત શિક્ષણ બોર્ડ માન્યતા ધરાવતી ધોરણ-11 સાયન્સમાં પણ પ્રવેશ આપી શકાશે નહી.

વર્ષ-2020-21માં પ્રવેશને મંજૂરી હતી
કોવિડ-19ના કારણે શિક્ષણ બોર્ડ દ્વારા વર્ષ-2020-21 માટે જ સીબીએસઇના ધોરણ-10માં બેઝિક ગણિતવાળા વિદ્યાર્થીઓને ધોરણ-11 સાયન્સમાં પ્રવેશની મુંજરી આપી હતી. જ્યારે શૈક્ષણિક વર્ષ-2021-22માં ધોરણ-11 સાયન્સમાં પ્રવેશ માટે મંજુરી આપી નથી.

અન્ય સમાચારો પણ છે...