તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એજ્યુકેશન:પાછલા ધોરણનો લર્નિંગ લોસ જાણવા વિદ્યાર્થીઓની નિદાન કસોટી લેવાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાત્રોની ઉત્તરવહી હાર્ડકોપી કે સોફ્ટકોપી સ્વીકારવવાનો ઉલ્લેખ નથી
  • ધોરણ-9, 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે લેવાનાર નિદાન કસોટી ઓનલાઇન કે ઓફલાઇન લેવી તેનો કોઇ જ ઉલ્લેખ નથી, વિદ્યાથી- વાલીઓ મુંઝવણમાં

પાછલા ધોરણનો લર્નિંગ લોસ જાણવા માટે ધોરણ-9, 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે લેવાનાર નિદાન કસોટી ઓનલાઇન કે ઓફલાઇન લેવી તેનો કોઇ જ ઉલ્લેખ નથી. ઉપરાંત કોરોનાની મહામારીમાં વિદ્યાર્થીઓએ લખેલી ઉત્તરવહી હાર્ડકોપી કે સોફ્ટકોપી શાળાએ સ્વિકારવી તેનો પણ આદેશમાં કોઇ જ ઉલ્લેખ નથી. આથી નિદાન કસોટીને લઇને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મુંઝવણમાં મુકાયા છે. રાજ્યની શાળાઓમાં વર્ષ-2021-22ના નવા શૈક્ષણિક વર્ષનો પ્રારંભ થઇ ગયો છે.

ઉપરાંત હાલમાં ધોરણ-10નું માસ પ્રમોશનનું પરિણામ પણ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. ત્યારે પાછલા ધોરણનો લર્નિંગ લોસ જાણવા માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-9, 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે નિદાન કસોટી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઉપરાંત તેમાં પાછલા ધોરણના લર્નિંગ લોસ જાણવા માટે લેવાનાર નિદાન કસોટી તારીખ 10મીથી તારીખ 12મી, જુલાઇ દરમિયાન યોજાશે.

ત્યારબાદ વિદ્યાર્થીઓએ લખેલી ઉત્તરવહીને તારીખ 13મી, અને તારીખ 14મી, જુલાઇ-2021ના રોજ મેળવવાનો પણ ઉલ્લેખ શિક્ષણ બોર્ડના પરીક્ષાના નાયબ નિયામકે કરેલા આદેશમાં કરાયો છે. ઉપરાંત પ્રશ્નપત્ર કેવી રીતે જિલ્લા શિક્ષણાધિકારીઓને મોકલાશે.જિલ્લા શિક્ષણાધિકારી કેવી રીતે એસવીએસ કન્વીનરને મોકલશે તેમજ શાળાના આચાર્યોને કેવી રીતે મોકલવું સહિતનો ઉલ્લેખ આદેશમાં કરાયો છે.

નિદાન કસોટી ઓનલાઇન લેવી કે ઓફલાઇન લેવાની તેનો કોઇ જ ઉલ્લેખ કરાયો નથી. આથી વિદ્યાર્થીઓ વાલીઓ તેમજ શિક્ષકોની મુંઝવણ વધી છે. ઉપરાંત હાલમાં કોરોનાની મહામારીમાં સભંવિત ત્રીજી લહેર બાળકો માટે વધારે જોખમી રહેશે તેવી આરોગ્યના તજજ્ઞોએ આગાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...