સબસિડી:વિદ્યાર્થીઓને ઈ-વ્હીકલ માટે 12 હજારની સબસિડી અપાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રથમ 8 હજાર લાભાર્થીઓને ફાયદો થશે

ધોરણ 9થી કોલેજ સુધી અભ્યાસ કરતા 8 હજાર વિદ્યાર્થીઓને બેટરી સંચાલિત દ્વિચક્રીય વાહન માટે રૂ. 12 હજારની સહાય આપવાનું ગુજરાત સરકારે આયોજન કર્યું છે. આ યોજનાનો લાભ વહેલા તે પહેલા ધોરણે આપવામાં આવશે.

આ ઉપરાંત રાજ્યના 25 જિલ્લાની 920 સરકારી શાળામાં 21,187 એલઈડી ટ્યુબ લાઈટ રૂપિયા 81 લાખના ખર્ચે લગાવવામાં આવશે. તેમજ 31 જિલ્લાની 1173 શાળામાં 24 હજાર પંખા ફિટ કરવામાં આવશે તેમ રાજ્ય કક્ષાના પર્યાવરણ મંત્રી મુકેશ પટેલે જણાવ્યું હતું.

રાજયના ઉર્જા વિભાગ દ્વારા વર્ષ 2011-12થી સરકારી ઇમારોતમાં સોલર સિસ્ટમ લગાવવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ આગામી 31 માર્ચ સુધીમાં 600 સરકારી ઇમારતોમાં સોલર સિસ્ટમ લગાડવામાં આવશે.આવી ઇમારતો પર કુલ 8 હજાર કિલો વોટની સોલર સિસ્ટમ લગાડવાનું આયોજન છે. રાજયની 19 સરકારી છાત્રાલયો,આદર્શ નિવાસી શાળાઓમાં સોલાર વોટર હિટીંગ સિસ્ટમ લગાડવાનું પણ નક્કી કરાયું છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં લાકડા આધારિત સ્મશાન ભઠ્ઠી હોય ત્યાં ઈલેક્ટ્રિક ભટ્ઠી નાખવાનું પણ નક્કી કરાયું છે. રાજ્યની ગૌશાળા, પાંજરાપોળ, શૈક્ષણિક સંસ્થાઓમાં પણ 24 જેટલા બાયોગેસ પ્લાન્ટ લગાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...