ઉજવણી:જિલ્લાની પ્રા.શાળાના વિદ્યાર્થી, શિક્ષકો, વાલીએ 31 હજાર તિરંગાની ખરીદી કરી

ગાંધીનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શાળામાં વિવિધ સ્પર્ધાઓમાં 18727 વિદ્યાર્થીઓએ ભાગ લીધો

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાની પ્રાથમિક શાળાના 31 હજાર વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ તિરંગાની ખરીદી કરી છે. ઉપરાંત શાળામાં વિવિધ સ્પર્ધાઓમાં 18727 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જ્યારે 14 હજારથી વધુનું વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કર્યું હતું.

દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણી નિમિત્તે હર ઘર તિરંગાનો કાર્યક્રમ હાલમાં ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે જિલ્લાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ રાષ્ટ્રભાવના ઉજાગર કરી હતી. તેમાં જિલ્લાના દહેગામ, ગાંધીનગર, કલોલ અને માણસા તાલુકાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો અને નાગરિકોએ કુલ 31 હજારના રાષ્ટ્રધ્વજની ખરીદી કરી છે. જેમાં 18191 વિદ્યાર્થી, 6844 શિક્ષકો, 6644 નાગરિકોએ રાષ્ટ્રધ્વજ ખરીદીને દેશભક્તિનો સંદેશો આપ્યો છે. જ્યારે શાળાકક્ષાએ 664 રાષ્ટ્રધ્વજની ખરીદી કરવામાં આવી છે.

જોકે દેશની આઝાદી અંગેની જાણકારી આપતા વિવિધ કાર્યક્રમો પણ શાળાઓમાં યોજવામાં આવ્યા હતા. તેમાં આઝાદી, દેશના તિરંગા, રાષ્ટ્રગીત જેવા વિષયની જાણકારી આપી હતી. ગામમાં પ્રભાતફેરીનો કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. જ્યારે નિબંધ, વક્તૃત્વ સ્પર્ધાઓમાં 18727 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

તેમાં દહેગામ તાલુકામાં્થી 3144, કલોલમાંથી 6529, ગાંધીનગરમાંથી 5326 અને માણસા તાલુકાના 3728 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જ્યારે 446 પ્રભાતફેરીના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વધુમાં શાળાના વિદ્યાર્થીઓએ 14 હજારથી વધુ વૃક્ષોના રોપાનું વાવેતરમાં દહેગામ તાલુકાના 5017, માણસામાં 2213, કલોલમાં 5754 અને ગાંધીનગરમાં 1128 રોપાનું વાવેતર કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...