મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે જિલ્લાની પાંચેય બેઠકોના એક હજાર સ્થળોએ રંગોળીનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારની 15 જાહેર સ્થળોએ 17 શાળાની વિદ્યાર્થીઓ રંગોળી બનાવીને મતદાન કરવા લોકોને અપીલ કરતો કાર્યક્રમ તારીખ 16મી, નવેમ્બરના રોજ યોજાશે. 1 મતની કિંમત કેટલી છે તેની જાણકારી આપવા માટે ચુંટણી પંચ દ્વારા જનજાગૃત્તિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.
જેના ભાગરૂપે તારીખ 16મી, બુધવારના રોજ જિલ્લાની પાંચેય બેઠકોમાં રંગોળીનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પાંચ બેઠકોની અેક હજાર જેટલી જગ્યાએ રંગોળી પુરવામાં આવનાર છે. જ્યારે ગાંધીનગર મહાનગર પાલિકા વિસ્તારમાં 15 જાહેરસ્થળોએ રંગોળીનો કાર્યક્રમ યોજાશે. મનપા વિસ્તારની 17 શાળાના વિદ્યાર્થીઓ રંગોળી પૂરશે. તેમાં સેક્ટર-23ની આર.જી.કન્યા, આર.સી.પટેલ, એમ.બી.પટેલ શાળાના વિદ્યાર્થીઓ નવા સચિવાલયના બ્લોક નંબર-9 ખાતે રંગોળી બનાવશે.
જ્યારે સેક્ટર-23ની સ્વામિનારાયણ હાઇસ્કુલના વિદ્યાર્થીઓ જૂના સચિવાલયમાં, જે.એમ.ચૌધરી સ્કુલની વિદ્યાર્થીનીઓ કલેક્ટર કચેરી, મહાનગરપાલિકા અને જિલ્લા કોર્ટ ખાતે રંગોળી બનાવશે. સેક્ટર-21ની માઉન્ટ કાર્મેલ સ્કુલની વિદ્યાર્થીનીઓ રાજભવન અને ઇન્ફોસીટી ખાતે, સરગાસણના વિદ્યાર્થીઓ ગીફ્ટ સીટી, સેક્ટર-3ની સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ પથિકાશ્રમ, સેક્ટર-28ની આરાધના વિદ્યાવિહારના વિદ્યાર્થીઓ જિલ્લા પંચાયત, સેક્ટર-25ની શ્રીવેદ ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થીઓ ડી-માર્ટ, સેક્ટર-26 જયપ્રકાશ વિદ્યાલયના વિદ્યાર્થીઓ ઓશિયા મોલ, સેક્ટર-26ની પોલીટેકનીક કોલેજ અને સેક્ટર-28ની વસંતકુંવરબા વિદ્યાલયના વિદ્યાર્થીઓ સેક્ટર-28ના ગાર્ડન, સેક્ટર-8 સેન્ટ ઝેવિયર્સના વિદ્યાર્થીઓ સરીતા ઉદ્યાન, પેથાપુરની શેઠ એમ.બી.હાઇસ્કુલના વિદ્યાર્થીઓ સેક્ટર-21 માર્કેટ અને સેક્ટર-7ની સરદાર વલ્લભભાઇ પટેલ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ સેક્ટર-7 શોપીંગ સેન્ટર ખાતે રંગોળી બનાવીને લોકોને મતદાન કરવા અપીલ કરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.