તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:પ્રથમ સત્રાંત પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શાળાએ આવવા ફરજ પાડી શકાય નહીં

ગાંધીનગર6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિદ્યાર્થી શાળામાં ન આવે તો વૈકલ્પિક પરીક્ષા લેવા તંત્રની સૂચના
  • જે વિદ્યાર્થીઓ ઘરે રહીને પરીક્ષા આપવા માંગતા હોય તેવા તમામ વિદ્યાર્થીઓ માટે જે -તે શાળાઓએ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની રહેશે

કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો તેવા સમયમાં ધોરણ-3થી 12ની પ્રથમ સત્રાંત પરીક્ષા લેવામાં આવી રહી છે. તેમાં વિદ્યાર્થીને પરીક્ષા આપવા ફરજિયાત શાળામાં બોલાવીને પરીક્ષા આપવાની ફરજ પાડી શકશે નહી. પરંતુ જે વિદ્યાર્થીઓ ઘરે રહીને પરીક્ષા આપવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા શાળાઓએ કરવાની રહેશે.

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-3થી 12ના વિદ્યાર્થીઓ માટે પ્રથમ સત્રાંત પરીક્ષા લેવાનો આદેશ કર્યો છે. આથી જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના સંચાલકો દ્વારા સત્રાંત પરીક્ષા ઓફલાઇન લેવામાં આવશે. આથી પરીક્ષા આપવા બાળકને શાળામાં મોકલવા માટે શાળાના સંચાલકો વાલીઓને સુચના આપી રહ્યા છે. ત્યારે વધતા જતા કોરોનાના કેસ વચ્ચે બાળકને શાળામાં મોકલવું કે નહી તેની મુંઝવણમાં મકાયો છે.

વિદ્યાર્થીને ફરજિયાત બોલાવવા આદેશ નથી
પ્રથમ સત્રાંત પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શાળામાં ફરજિયાત જવું પડશે તેમ પુછતા જિલ્લા શિક્ષણાધિકારી ભરત વઢેરે જણાવ્યું છે કે ધોરણ 9થી 12માં વિદ્યાર્થીઓની પ્રથમ સત્રાંત પરીક્ષા શાળાએ લેવાની સુચના છે. પરંતુ બાળકને શાળામાં ફરજિયાત બોલાવવાની કોઇ જ સુચના નથી. ઉપરાંત જે બાળક શાળામાં પરીક્ષા આપવા આવે નહી તેના માટે વૈકલ્પિક વ્યવસ્થા શાળાએ કરવાની રહેશે.

ધો-3થી 8 ના વિદ્યાર્થીને ઘરે પેપર મોકલવાના રહેશે
પ્રાયમરીની પ્રથમ સત્રાંત પરીક્ષા આપવા વિદ્યાર્થીને શાળામાં ફરજિયાત જવા સુચના નથી. પરંતુ જે વિદ્યાર્થી શાળામાં આવે નહી તો શિક્ષકે બાળકના ઘરે પ્રશ્નપત્ર મોકલી આપવાનું રહેશે તેમ જિલ્લા શિક્ષણાધિકારીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...