વિદ્યાર્થીઓમાં વાંચનની ઝડપ વધે તે માટે રાજ્યના શિક્ષણ વિભાગે બનાવેલી શાલા એપનો ઉપયોગ જિલ્લાના 57 શિક્ષકો અને વિદ્યાર્થીઓએ માત્ર 317 મિનિટ સુધી કરી છે. જેમાં છ વિદ્યાર્થીઓ અને 51 શિક્ષકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી એપનો વધુને વધુ વિદ્યાર્થીઓ ઉપયોગ કરે તે માટેની સુચના આપવામાં આવી છે.
જિલ્લાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા શાલા એપના ઉપયોગમાં નબળા પુરવાર થયા છે. આથી એપનો વધુને વધુ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકો કરે તે માટે શિક્ષણ વિભાગ દ્વારા સુચના આપવામાં આવી છે. રાજ્યભરના તમામ જિલ્લાઓ પાસેથી શાલા એપના ઉપયોગ અંગેના મળેલા ડેટામાંથી ગાંધીનગર જિલ્લાની કામગીરી નબળી હોવાનો રિપોર્ટ આવ્યો છે.
જોકે શાલા એપના માધ્યમથી વિદ્યાર્થીઓને વાંચનની ટેવ પાડવામાં આવે તો ઘરે પણ તેનો મહાવરો કરીને વાંચનની ઝડપ વધારી શકે છે. જોકે શાલા એપમાં વાંચનની ક્ષમતા માપનની સિસ્ટમ હોવાથી કેટલી મિનિટ વાંચન કર્યું તેમજ કેટલા શબ્દો સાચા પડ્યા સહિતની જાણકારી આપવામાં આવે છે.
જોકે જિલ્લાના 6 વિદ્યાર્થીઓએ માત્ર 21 મિનિટ અને 41 સેકન્ડ સુધી વાંચન કર્યું હતું. જ્યારે જિલ્લાના 51 શિક્ષકોએ એપના માધ્યમથી 296 મિનિટ સુધી વાંચન કર્યું હતું. આથી જિલ્લાના કુલ-57 શિક્ષકો અને વિદ્યાર્થીઓએ 317 મિનિટ અને 58 સેકન્ડ સુધી વાંચન કર્યું હોવાનું શિક્ષક આલમમાં ચર્ચા હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.