નિર્ણય:STની AC બસમાં 75%, નોન ACમાં 100 % મુસાફરો બેસાડાશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • મનપા વિસ્તારમાં કરફ્યુમાં ફેરફાર બાદ નિર્ણય લેવાયો
  • સતત મુસાફરોની સાથે રહેતા ડ્રાઇવર અને કન્ડકટરોને પણ કોરાની વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા એસટી નિગમ દ્વારા અપીલ કરાઈ

એસટી નિગમ દ્વારા હવે એસટી બસમાં નોન એસીમાં સો ટકા અને એસી બસમાં 75 ટકા મુસાફરો બેસાડવાનું આદેશ કરાયો છે. જોકે આ આદેશ મહાનગરપાલિકાઓના રાત્રી કર્ફ્યુમાં કરાયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ઉપરાંત ડ્રાઇવર અને કન્ડકટરોની વેક્સિનનો પ્રથમ ડોજ લેવા નિગમ દ્વારા અપીલ કરાઇ છે.

કોરોના મહામારીની બીજી લહેરમાં વધતા જતા શોષણને ધ્યાનમાં રાખી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા લોકલ અને એક્સપ્રેસ એસ.ટી.બસોમાં 50% મુસાફરોને બેસાડવાનો નિયમ બનાવ્યો હતો. જોકે નિગમના આ નિયમની પાછળ કોરોનાનું સંક્રમણ વધે નહીં તે હેતુ હતો. જોકે હાલમાં સમગ્ર રાજ્યમાં કોરોના કેસ ઘટી રહ્યા છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા મહાનગરપાલિકાઓમાં અમલી કરાયેલા રાત્રિના સમયમાં પણ ફેરફાર કરેલ છે. આથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એસટી બસોમાં મુસાફરોની સંખ્યા ને લઇ નિર્ણય લેવાયો છે. એસટી નિગમ દ્વારા નોન એસી બસોમાં હવેથી સો ટકા મુસાફરો બેસાડી શકાશે. જ્યારે એસી બસોમાં 75% મુસાફરોને બેસાડી શકાશે. ઉલ્લેખનીય છે કે કોરોનાની વેક્સિન લેનારને બીજી લહેરની ઓછી અસર થવા પામી હતી.

સતત મુસાફરોની સાથે રહેતા ડ્રાઇવર અને કન્ડકટરોને પણ કોરાની વેક્સિનનો પ્રથમ ડોઝ લેવા ઉપર એસટી નિગમ દ્વારા ભાર મૂકવામાં આવે છે ઉપરાંત રાજ્યના તમામ એસટી ડેપોના મેનેજરે ડ્રાઇવર અને કંડકટર સહિત ડેપોના તમામ કર્મચારીઓને વેક્સિન મળી રહે તે માટેનું આયોજન કરવાનો પણ નિગમ દ્વારા આદેશ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...