તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દેશી દારૂ ઝડપાયો:દહેગામના નાંદોલમાં દેશી દારૂની ભઠ્ઠી પર ક્રાઈમ બ્રાન્ચ ત્રાટકી, જમીનમાં દાટેલાં લોખંડના 30 બેરલ શોધી કાઢ્યા

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 210 લીટર દેશી દારૂ તેમજ 6 હજાર લીટર વોશ મળી આવ્યો

દહેગામના નાંદોલમાં ગૌચર જમીનમાં ધમધમતિ દેશી દારૂની ભઠ્ઠી ઉપર ગાંધીનગર ક્રાઇમ બ્રાંચ ત્રાટકીને થોડા થોડા અંતરે જમીનમાં દાટેલા લોખંડના 30 બેરલમાં ભરેલ દેશી દારૂ ગાળવાનો 6 હજાર લીટર વોશ શોધી કાઢવામાં આવ્યો હતો. તે ઉપરાંત સાત નંગ પ્લાસ્ટિકના કેરબામાં ભરેલ 210 લીટર દેશી દારૂ પણ પકડી લઈ બે ઈસમોને ઝડપી લીધાં હતાં. જ્યારે દેશી દારૂની ભઠ્ઠીનાં માલિક નાંદોલનાં બે બુટલેગરોને ઝડપી લેવા ચક્રોગતિમાન કર્યા હતા.

દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઇ બે ઈસમોને દબોચી લીધાં

ગાંધીનગરમાં ચાલી રહેલી પ્રોહીબીશન ડ્રાઈવ અંતર્ગત ગાંધીનગર ક્રાઇમ બ્રાંચનાં ઇન્સ્પેકટર હરપાલસિંહ ઝાલાનાં સીધા માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઈ કેવલસિંહ, જમાદાર સુરેશ કુમાર સહિતનો પોલીસ કાફલો દહેગામ પોલીસ મથકની હદમાં પેટ્રોલીંગ કરી રહ્યો હતો. તે દરમિયાન એએસઆઇ કેવલસિંહને ચોક્કસ બાતમી મળી હતી જેના પગલે ક્રાઇમ બ્રાંચની ટીમે દહેગામના નાંદોલમાં મહાદેવપુરા ખાતે આવેલ ગૌચર વિસ્તારમાં રેડ કરી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લઇ બે ઈસમોને દબોચી લીધાં હતાં.

ગૌચર વિસ્તારને એલસીબીએ કોર્ડન કરી લીધો હતો

પૂર્વ બાતમી મળતાં જ એલસીબી કાફલો ઉપરોક્ત સ્થળે દોડી ગયો હતો અને ગૌચર વિસ્તારને કોર્ડન કરી લીધો હતો. પોલીસ કાફલો ત્રાટક્યો હોવાની જાણ થતાં જ ભઠ્ઠી ચલાવનાર બે ઈસમો ભાગ્યા હતાં. જેમની પાછળ એલસીબી ટીમ પણ દોડી હતી અને બન્ને ઈસમોને આબાદ રીતે ઝડપી લીધા હતા. જેમની પૂછતાંછ કરતાં તેઓએ પોતાના નામ દશરથસિંહ ઉદેસિંહ રાઠોડ( રહે છીપડી, વડવાળી મુવાડી કઠલાલ તેમજ મહેશસંગ ઝાલા (રહે ઠારો મુવાડી ઓડી મુવાડી તલોદ) હોવાનું જણાવ્યું હતું. બન્ને જણાંને 300 રૂપિયાની મજૂરીએ દેશી દારૂની ભઠ્ઠી ચલાવવા દહેગામના નાંદોલનાં હિતેશ સિંહ પરબતજી ઠાકોર અને રાકેશજી પ્રતાપજી ઠાકોરએ રાખ્યા હોવાની પણ વધુમાં કબૂલાત કરી હતી. જેઓની પાસેથી 210 લીટર દેશી દારૂ ભરેલ પ્લાસ્ટિકના કેરબા નંગ 7 મળી આવતા એલસીબીએ બન્ને ની ધરપકડ કરી લીધી હતી.

બાવળના ઝાડ પાસે લોખંડના 30 બેરલ દાટવામાં આવ્યા હતા

દેશી દારૂની ચાલુ ભઠ્ઠી ઝડપી લીધા બાદ એલસીબીની ટીમે ગૌચર વિસ્તારમાં વધુ તપાસ હાથ ધરી હતી. જેનાં પગલે બાવળના ઝાડ નીચે તેમજ આસપાસમાં થોડા થોડા અંતરે જમીનમાં દાટેલા 200 લીટરની ક્ષમતાવાળા લોખંડના 30 બેરલ મળી આવ્યા હતા. જેની તપાસ કરતા તમામ બેરલમાં દેશી દારૂ ગાળવાનો વોશ 6 હજાર લીટર ભરેલો હતો. જમીનમાં દાટેલા આ બેરલ સહેલાઈથી બહારના નીકળી શકતા એલસીબીએ તમામ બેરલને લોખંડના સળીયા વડે તોડીને વોચનો નાશ કરી દીધો હતો. આ અંગે એલસીબીએ 210 લીટર દેશી દારૂ કિંમત રૂ. 4,200 તેમજ દેશી દારૂ ગાળવાનો વોશ કિંમત રૂ. 12000 રાખવા સંદર્ભે દશરથસિંહ રાઠોડ તેમજ મહેશ ઝાલા વિરોધ દહેગામ પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. જ્યારે ભટ્ટીના માલિક નાદોલના હિતેશ ઠાકોર તેમજ રાકેશજી ઠાકોરને ઝડપી લેવા દહેગામ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો