રોષ:પગાર ન થતાં ડોર ટુ ડોર કચરો લેતા કર્મચારીઓની હડતાળ

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંહેધરી મળતા કામગીરી શરૂ કરાઈ હતી

ગાંધીનગર કોર્પોરેશનના નવા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરા લેવા માટે જતા કર્મચારીઓ દ્વારા ગુરૂવારે સવારે હડતાળ પાડી દેવાઈ હતી. પગાર ન થવાને કારણે રોષે ભરાયેલા કર્મચારીએ કામગીરીથી અડગા રહેવાની જાહેરાત કરી હતી. જોકે છેલ્લે પગાર કરી દેવાની બાંહેધરી આપતા અંતે માનેલા કર્મચારીઓએ મોડા-મોડા કામગીરી શરૂ કરી હતી.

મળેલી માહિતી મુજબ સફાઈની કામગીરી કરતી એજન્સીઓના બિલ અટકતા હોવાને અનેક ફરિયાદો અનેકવાર ઉઠે છે. એજન્સીઓને બિલ સમયસર ન મળતા તેની સીધી અસર આઉટસોર્સથી કામગીરી કરતાં કર્મચારીઓ પગાર પર પડે છે. ત્યારે પગાર વહેલો મોડો થવાને કારણે છેલ્લે તેની અસર કામગીરી પર પડી રહી છે.

ઉત્તરાયણના તહેવારને લઈને કર્મચારીઓ દ્વારા વહેલા પગારની માગણી હતી. જોકે તહેવારને આડે દિવસ રહેવા છતાં પગાર ન થતા ગુરૂવારે કામદારો રોષે ભરાયા હતા. જેને પગલે કોર્પોરેશનના નવા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો લેવાની કામગીરી મોડી પડી હતી.

અન્ય સમાચારો પણ છે...