તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લવ જેહાદ બિલ પસાર:ગુજરાત વિધાનસભામાં ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક પસાર, 5 વર્ષ સુધીની સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભા ગૃહની ફાઈલ તસવીર. - Divya Bhaskar
વિધાનસભા ગૃહની ફાઈલ તસવીર.
  • ખોટુ નામ બતાવીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથીઃ પ્રદિપસિંહ જાડેજાની ચેતવણી

ગુજરાત વિધાનસભામાં ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બિલ રજુ કર્યું હતું. ધર્મ સ્વાતંત્ર્ય સુધારા વિધેયક 2021 બહુમતીથી પસાર થયું છે. આ વિધેયકમાં 5 વર્ષ સુધી સજા અને રૂ.2 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે. જ્યારે સગીર સાથેના ગુનામાં 7 વર્ષ સુધી સજા અને રૂ.3 લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં 7 વર્ષ જોગવાઈ છે.

ઈમરાન ખેડાવાલાએ બિલ ફાડ્યું, પછી માફી માંગી
આ સુધારા વિધેયકને અયોગ્ય ઠેરવીને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાએ આ બિલને ફાડી નાંખ્યું હતું. બિલ ફાડી નાંખતાં જ પ્રદિપસિંહ જાડેજાએ ખેડાવાલા વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. ત્યાર બાદ ઈમરાન ખેડાવાલાએ ગૃહમાં દિલીગીરી વ્યક્ત કરતાં કહ્યું મારા સમાજને ટાર્ગેટ બનાવવામાં આવતો હતો જે યોગ્ય ન હતું.

ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ નિવેદન આપતાં કહ્યું હતું કે હું નખશીખ હિન્દુ છું અને હિન્દુ હોવાનું મને ગૌરવ છે. હિંદુ ધર્મમાં 33 કરોડ દેવી દેવતાઓ છે. પરંતુ મુઠ્ઠી ભર લોકો અયોધ્યામાં તમે માથું નમાવો તો જ હિન્દુ હોવાનું સર્ટીફિકેટ વહેંચવા નીકળ્યા છે. અમને તેનો વિરોધ છે. વિધાનસભામાં લવ જેહાદ પર બોલતા પરેશ ધાનાણી મુખ્યમંત્રી સુધી પહોંચ્યા હતાં. ધાનાણીએ મુખ્યમંત્રીને અભિનંદન આપતાં કહ્યું હતું કે, એ સમયે એમણે ધર્મના વાડા તોડી લગ્ન કર્યા હતાં. ત્યારે ભુપેન્દ્રસિંહે મુખ્યમંત્રીના ઉલ્લેખ સામે વાંધો ઉઠાવ્યો હતો. વિધેયકમાં લવ જેહાદ શબ્દનો ઉલ્લેખ નથી. 2003માં તમે ધર્મ સ્વતંત્રતા વિધેયક લાવ્યા હતાં. આજે ફરી લાવ્યા છો. 17 વર્ષમાં તમે આવી ઘટનાઓ રોકી શક્યા નથી. પ્રેમના સીમાડા નથી હોતા, પ્રેમ સાથે છેડછાડ કરનારનો વિનાશ થાય છે. એમ પરેશ ધાનાણીએ કહ્યું હતું.

એક કલાક સુધી પ્રદિપસિંહે ગૃહમાં બિલ રજુ કર્યું
ગુજરાત વિધાનસભામા વર્ષ ૨૦૦૩ના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમા સુધારા વિધેયક રજૂ કરતા પ્રદીપસિંહ જાડેજા એક કલાક અને અગીયાર મિનિટ બોલ્યા છે. એમણે "લવજેહાદ"ની વિસ્તારથી વ્યાખ્યા પણ બાંધી છે. આવા કાયદાઓ વિશ્વના બીજા દેશો અને ભારતના કેટલાક રાજ્યોમા અસ્તિત્વ ધરાવતા હોવાનુ પણ તેમણે કહ્યુ છે.

હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે
પ્રદિપસિંહ જાડેજાએ ગૃહમાં બિલ રજૂ કરતા સમયે જણાવ્યું કે, હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે. દીકરી એ આપણું અંગ છે, દીકરીને પારકી થાપણ કહેવાય પણ દીકરીને જેહાદી હાથોમાં ના જવા દેવાય. દીકરીને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે અમે કાયદો લાવ્યા છીએ. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટું નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.

આજનું ધર્માંતરણ એ આવતી કાલનું રાષ્ટ્રતરણ છે
આજનું ધર્માંતરણ એ આવતી કાલનું રાષ્ટ્રતરણ છે. જેને અટકાવવા માટે અમે આ કાયદો લાવી રહ્યાં છીએ. યુવક નાડાછડી પહેરીને આવે જેથી યુવતીને હિન્દુ લાગે છે, હિન્દુ નામ ધારણ કરીને હિન્દુ ધર્મમાં માનતો હોવાનું પ્રસ્થાપિત કરે છે. ધર્મ પરિવર્તન કરાવવાનો યુવકનો આશય છે. ધર્મ પરિવર્તન બાદ યુવતીને પાછા ફરવાનો કોઈ રસ્તો મળતો નથી હોતો, જેથી ઘણી યુવતીઓ આત્મહત્યા પણ કરે છે. કેરળમાં ચર્ચના રિપોર્ટને ટાંકીને પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું ધર્માંતરણ બાદ યુવતીઓનો જેહાદી અને આતંકી પ્રવૃતિઓમાં પણ ઉપયોગ થઈ રહ્યો છે.

મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા તથા પાકિસ્તાનમાં પણ કાયદો છે
મ્યાનમાર, નેપાલ, શ્રીલંકા તથા પાકિસ્તાનમાં પણ કાયદો છે. જેમાં સજાની અલગ અલગ જોગવાઈ છે. લવ જેહાદ માટેનો કાયદો લાવવો એ અમારો રાજકીય હેતુ નથી, અમારી વ્યથા છે જેનાં કારણે અમે આ કાયદો બનાવી રહ્યાં છીએ. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને, અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટુ નામ બતાવીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી. તેમણે કહ્યું હતું કે સોશિયલ મીડિયામાંથી બનતા કિસ્સાઓમાં પણ કાર્યવાહી થશે.

લવ જેહાદ પછી યુવતીઓનો આતંકી પ્રવૃત્તિમાં ઉપયોગ થાય છે
વિધાનસભામાં બિલ રજૂ કરતી વખતે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ‘આપણી દીકરીઓ પારકી થાપણ કહેવાય. તેને જેહાદીના હાથમાં ના જવા દેવાય. દીકરીને હિન્દુ સમાજ કાળજાના કટકા સમાન ગણે છે. દીકરીઓને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે ગૃહમાં કાયદો લાવ્યા છીએ. અમે ગૌહત્યા અટકાવવા અસરકારક કાયદો લાવ્યા. ગાયોના જીવ અમે કાયદાથી બચાવ્યા. આ પ્રકારે કેટલીક દીકરીઓ ધર્માંતરણ કરીને નર્કની યાતના ભોગવતી હતી, તેને બચાવવાનો પણ અમે કાયદાના માધ્યમથી નિર્ધાર કર્યો છે. લવ જેહાદથી સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ પર હુમલો કરવામાં આવી રહ્યો છે. ફક્ત ભારત નહીં, પણ બીજા અનેક દેશો લવ જેહાદથી ત્રસ્ત છે. ગુજરાતમાં ક્યારેય ઓનર કિલિંગની ઘટના બનતી નથી. પ્રેમ લગ્ન સામે વિરોધ નથી પણ ધર્માંતરણના આશયથી પ્રેમના નાટક સામે વિરોધ છે. ભારતને જે બોર્ડર પર હરાવી નથી શકતા, તેઓ આતંક ફેલાવે છે. સાંસ્કૃતિક ધરોહરને તોડવાના નવા રસ્તા તરીકે લવ જેહાદનો ઉપયોગ કરી રહ્યા છે. હિડન એજન્ડાને ગુજરાત તાબે નહીં થાય. આરબ દેશોમાંથી હવાલા મારફતે આ ફંડ ભારત પહોંચે છે. આલિયા માલિયા જમાલિયાઓ યુવતીઓને છેતરે છે. યુવક નાડાછડી પહેરીને આવે, જેથી યુવતીને લાગે કે તે હિન્દુ છે. તેમજ તે હિન્દુ ધર્મમાં માને છે એવું પ્રસ્થાપિત કરે છે. યુવતીનું ધર્મ પરિવર્તન કરાવવાનો યુવકનો આશય હોય છે. ત્યાર બાદ પાછા ફરવાનો કોઈ રસ્તો યુવતીઓને મળતો નથી. કેટલીક યુવતીઓ આત્મહત્યા કરે છે. લવ જેહાદ માટેનો કાયદો લાવવો એ અમારો રાજકીય હેતુ નથી. આ અમારી વ્યથા છે, જેના કારણે અમે આ કાયદો લાવી રહ્યા છીએ.’

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો