વિવાદ:મહિલા કર્મચારીને ફોન કરનારા ભાજપના પદાધિકારી વિરુદ્ધ કડક પગલાં લેવાશે; ફોન કરીને, ‘એકલા રહો છો?’ તેમ પૂછ્યું હતું

ગાંધીનગરએક મહિનો પહેલા
પ્રતીકાત્મક તસ્વીર

ગાંધીનગર જિલ્લા પંચાયતમાં સત્તાના સૂત્રો સંભાળનાર ભાજપના એક પદાધિકારીએ મહિલા કર્મચારીને ફોન કરીને તમે એકલા રહો છો.. ક્યાં રહો છો.. તેમ પુછતા સમગ્ર મામલે જિલ્લા પંચાયતના કર્મચારીઓ અને પદાધિકારીઓમાં રોષ ઉઠવા પામ્યો છે. આ મામલે ભાજપ મોવડી મંડળે જિલ્લા પંચાયતના તમામ સદસ્યોનો સેન્સ લેવામાં આવ્યો છે. ભાજપ મોવડી મંડળ દ્વારા કડક પગલાં લેવાશે તેવી ચર્ચા ઉઠવા પામી છે.

વર્ષો પછી ગાંધીનગર જિલ્લા પંચાયતમાં ભાજપે સ્પષ્ટ બહુમતીથી સત્તાના હાંસલ કરી છે. ત્યારે જિલ્લા પંચાયતના શાસક પક્ષના એક પદાધિકારી દ્વારા મહિલા કર્મચારીને ફોન કરીને તમે એકલા રહો છો.. ક્યાં રહો છો.. તેમ પુછ્યું હતું. આ મામલે મહિલા કર્મચારીએ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પંચાયતના પ્રમુખને રજુઆત કરી છે. મહિલા કર્મચારીની સાથે આ રીતે વાત કરવાનો સમગ્ર મામલો ભાજપ મોવડી મંડળ પાસે પહોંચ્યો છે.

મોવડી મંડળે સદસ્યની સામે કડકમાં કડક પગલાં લેવાનું મન બનાવ્યું છે. જેને પરિણામે ભાજપે જિલ્લા પંચાયતના અન્ય સદસ્યોના સેન્સ લેવામાં આવી હતી. ઉપરાંત સમગ્ર મામલે માહિતી મેળવાઈ છે. આ ઉપરાંત જિલ્લા પંચાયતની વહિવટી પાંખ પણ પંચાયત ધારા મુજબ કાર્યવાહી કરવાના મુડમાં હોવાની ચર્ચા જિલ્લા પંચાયતના કર્મચારીઓમાં જોવા મળતી હતી. જિલ્લા પંચાયતના પદાધિકારીના આવા વર્તનથી સમગ્ર ભાજપ પક્ષની છાપ ખરડાઇ રહી હોવાથી પદાધિકારીની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે તેમ રાજકીય વર્તુળોમાં ચર્ચા જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...