નર્મદા યોજનામાં હજુ પણ કેનાલ નેટવર્કના 5975 કિલોમીટરના કામ બાકી હોવાની વિગતો સરકારે વિધાનસભામાં રજૂ કરી છે. યોજના પૂર્ણતાના આરે છે પરંતુ હજુ માઇનોર અને સબમાઇનોર કેનાલના ઘણા કામ બાકી છે જ્યારે કેનાલ પર વીજ મથકોના કામો પણ પ્રગતિમાં હોવાનું સરકારે જણાવ્યું છે.
કોંગ્રેસના પોરબંદરના ધારાસભ્ય અર્જૂન મોઢવાડીયાએ પુછેલા પ્રશ્નના લેખિત જવાબમાં સરકારે જણાવ્યું હતું કે નર્મદા યોજના પૂર્ણ થવાથી ગુજરાતમાં 18.45 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ મળશે. તે પૈકી હાલ 15.38 લાખ હેક્ટર વિસ્તારમાં સિંચાઈ થાય છે.
કેનાલ નેટવર્કના પ્રશાખા સુધીના કામો જમીન સંપાદન અન્ય યુટિલિટી ક્રોસીંગ વગેરેની મંજૂરી મળ્યા બાદ શક્ય તેટલી વહેલી તકે પુરા કરવાનું આયોજન હોવાનું તેમજ પ્રપ્રશાખા નહેરના કામો ખેડૂતોની ભાગીદારી સાથે કરવાનના હોવાથી તબક્કાવાર ખેડૂતોની સંમતિ મળ્યા બાદ વહેલી તકે પુરા કરવાનું આયોજન હોવાનું સરકારે જણાવ્યું હતું.
નર્મદા યોજના રાષ્ટ્રીય યોજના જાહેર નહીં થાય
પ્રધાનમંત્રી કૃષિ સિંચાઇ યોજનાના મુખ્ય બે ઘટકો એઆઇબીપી અને હર ખેત કો પાની હેઠળ કેન્દ્રિય સહાય મળતી હોવાથી બે વર્ષમાં રાજ્ય સરકારે કેન્દ્રને નર્મદા યોજનાને રાષ્ટ્રીય યોજના જાહેર કરવાની રજૂઆત કરી નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.