પરીક્ષામાં ફેરફાર:13મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહની સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર અને ભૂગોળ વિષયની પરીક્ષા લેવાશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 15મી મેના રોજ બપોરે અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા રહેશે. તેમજ 21મી મેના રોજ સવારે સંગીત સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા લેવાશે

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. આજે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10મી મેથી શરૂ થઈ રહી છે.આ પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર મુકેલો છે. ત્યારે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જણાવાયું છે કે 13મી મેના રોજ ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સવારે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય પત્ર વ્યવહાર તથા બપોરે ભૂગોળ વિષયની પરીક્ષા લેવાશે.

જ્યારે 15મી મેના રોજ બપોરે અર્થશાસ્ત્ર વિષયની પરીક્ષા રહેશે. તેમજ 21મી મેના રોજ સવારે સંગીત સૈદ્ધાંતિક વિષયની પરીક્ષા લેવાશે. આ પરીક્ષાઓનો વિગતવાર કાર્યક્રમ બોર્ડની વેબસાઈટ પર મુકવામાં આવ્યો છે. આ અંગે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની માન્યતા ધરાવતી તમામ સ્કૂલોના આચાર્યો,શિક્ષકો અને વિદ્યાર્થીઓએ નોંધ લેવા બોર્ડ દ્વારા જાહેર કરાયું છે.
ધોરણ 10 અને 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર
11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10મી મેથી શરૂ થઈ રહી છે.આ પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. ધોરણ 12ની પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાથી 6.30 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે ધોરણ 10ની પરીક્ષા સવારના 10 વાગ્યાથી બપોરના 3:15નો રહેશે.
અભ્યાસક્રમમાં 30 ટકાનો ઘટાડો
આ પહેલા કોરોના મહામારીને કારણે વિદ્યાર્થીઓના હિતમાં અભ્યાસક્રમમાં 30 ટકાનો કાપ મૂકવામાં આવ્યો હતો. જેને પગલે વિદ્યાર્થીઓ હવે 70 ટકા અભ્યાસક્રમમાં ધ્યાન આપી રહ્યા છે. ધોરણ-9થી 10ની સાથે ધોરણ-11 અને 12 સામાન્ય પ્રવાહના પ્રશ્નપત્રમાં હેતુલક્ષી પ્રશ્નો 20%ની જગ્યાએ 30% કરાયા છે. શૈક્ષણિક વર્ષ 2020-21માં ધોરણ-9થી 12ના અભ્યાસક્રમમાં 30% ઘટાડો કરાયો છે. જ્યારે ધોરણ-9,10,11 અને 12 સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ 20 ટકાથી વધારીને 30% કરવામાં આવ્યું છે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના પ્રશ્નપત્રમાં 50% બહુવિકલ્પ પ્રશ્નો અને 50% વર્ણનાત્મક પ્રશ્નો યથાવત રખાયા છે. ધોરણ 9થી 12ના પ્રશ્નપ્રત્રમાં વર્ણાનાત્મક પ્રશ્નોમાં ઇન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન અપાયા છે.
ધોરણ-12 સાયન્સના પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ યથાવત
જ્યારે ધોરણ-12 સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્નપત્રોમાં 50 ટકા MCQ(મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન) અને 50 ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત રાખવામાં આવ્યું છે. ધોરણ-9થી ધોરણ-12માં પ્રશ્નપત્રોમાં વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. આ ફેરફાર અન્વયે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ મારફતે તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ આ વિગતો મુકવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...