તપાસ:ગાંધીનગર જિલ્લામાં સ્ટેટેસ્ટિક્સ સર્વેલન્સ ટીમે 2500 વાહનની તપાસ કરી

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જોકે એક પણ વાહનમાંથી વાંધાજનક કંઇપણ મળ્યું નહીં

વિધાનસભાની ચુંટણીને લઇને નાણાંકિય તેમજ ચુંટણીલક્ષની સાહિત્યની મંજુરી વિના હેરાફેરી અટકાવવા માટે સ્ટેટેસ્ટિક્સ સર્વેલન્સની ટીમો બનાવવામાં આવી છે. જિલ્લાની પાંચેય સીટો ઉપર કુલ-24 ચેકપોસ્ટો ઉપર બે દિવસમાં 2373 વાહનોની ચકાસણી ટીમ દ્વારા કરવામાં આવી હતી.

ચુંટણીના સમયમાં મતદારોને રીઝવવા માટે રાજકીય પક્ષો કે ઉમેદવારો દ્વારા નાણાં કોથળી ખુલ્લી મુકતા હોય છે. ત્યારે રાજ્યના ચુંટણી પંચ દ્વારા ઉમેદવારોને નાણાંકિય કે વસ્તુની લોભ અને લાલચ આપીને મતદાન કરાવે નહી. ઉપરાંત ચુંટણીની કામગીરી પારદર્શક તેમજ આચારસંહિતની ચુસ્ત અમલવારી સાથે સંપન્ન થાય તે માટે જિલ્લા ચુંટણી પંચ દ્વારા સ્ટેટેસ્ટિક્સ સર્વેલન્સ ટીમો બનાવવામાં આવી છે. જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકોને ધ્યાનમાં રાખીને કુલ-24 ટીમો બનાવવામાં આવી છે. જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, સરકારી કર્મચારી, વિડિયોગ્રાફરોનો સમાવેશ કરવામાં આવે છે. જોકે જિલ્લાના પ્રવેશદ્વાર ઉપર ટીમોને તૈનાત કરવામાં આવી છે. જેમાં પાંચેય વિધાનસભા સીટોને ધ્યાનમાં રાખીને કુલ-24 ચેકપોસ્ટ ઉપર રાઉન્ડ ધ ક્લોક સ્ટેન્ડ બાય રાખવામાં આવ્યા છે.

જિલ્લાની સ્ટેટેસ્ટિક્સ સર્વેલન્સ ટીમને ગત તારીખ 10મીથી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આથી છેલ્લા બે દિવસમાં સ્ટેટેસ્ટિક્સ સર્વેલન્સ ટીમે કુલ-2373 વાહનોની ચકાસણી કરવામાં આવી છે. પરંતુ વાંધાજનક કોઇપણ વસ્તુ મળી નથી. ઉપરાંત નાણાંકિય હેરાફેરી, રાજકીય પક્ષોના પોસ્ટર, બેનેર, ટોપી સહિતના સાહિત્ય લઇને જતા ગેરકાયદેસર જતા વાહનો મળ્યા નથી. જોકે ટીમ દ્વારા દરેક વાહનની ચેકિંગની કામગીરીમાં વિડિયોગ્રાફી સહિતની કામગીરી કરવામાં આવે છે. ઉપરાંત ડ્યુટી દરમિયાન ચેકિંગ કરેલા વાહનોના નંબર સાથેનો રિપોર્ટ જિલ્લા સ્ટેટેસ્ટિક્સ સર્વેલન્સ અધિકારીને મોકલવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...