'પોલીસ મિત્ર':​​​​​​​રાજ્યના પોલીસ વડા નાગરિકોની સીધી ફરિયાદ સાંભળશે, આજથી DGP સ્વાગત પ્લસ ઓનલાઈન કાર્યક્રમની શરૂઆત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
DGP સ્વાગત પ્લસ કાર્યક્રમની તસવીર - Divya Bhaskar
DGP સ્વાગત પ્લસ કાર્યક્રમની તસવીર
  • ડી.જી.પી આશીષ ભાટિયાએ સમગ્ર રાજયમાંથી આવેલા અરજદારોની રજૂઆત રૂબરૂ સાંભળી

રાજ્ય પોલીસ દ્વારા સામાન્ય નાગરિકોની સુખાકારી વધારવા માટે ફરિયાદોનું સમયસર અને અસરકારક નિરાકરણ થાય તે હેતુથી પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી દ્વારા પોલીસ વિભાગને લગતી સામાન્ય નાગરિકોની રજુઆતો સાંભળવા મુખ્યમંત્રીના સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ મુજબ DGP SWAGAT Plus કાર્યક્રમની શરૂઆત દર મહિનાના ત્રીજા ગુરૂવારે આયોજીત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. જે અંતર્ગત આજ રોજ પોલીસ ભવન, ગાંધીનગર ખાતે DGP SWAGAT Plus કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ હવેથી DGP SWAGAT Plus કાર્યક્રમનું દર મહિનાના ત્રીજા ગુરૂવારે નિયમિતપણે આયોજન કરવામાં આવશે.

ફરિયાદ માટે આવેલા અરજદારોની તસવીર
ફરિયાદ માટે આવેલા અરજદારોની તસવીર

14 અરજદારોને DGPએ રૂબરૂ સાંભળ્યા
આ કાર્યક્રમમાં રાજયના વિવિધ શહેર/જીલ્લાઓમાંથી પોલીસ વિભાગને લગતી અરજી રજુઆતો ફરિયાદો લઈને કુલ-14 અરજદારો રૂબરૂ આવ્યા હતા. આ અરજદારોની રજુઆતોને ડી.જી.પીએ રૂબરૂ ધ્યાનથી સાંભળી હતી અને અરજદારોની ફરીયાદો રજુઆતોનું ન્યાયી, સમયસર અને અસરકારક નિરાકરણ લાવવા વીડિયો કોન્ફરન્સના માધ્યમથી તમામ રેન્જ વડાઓ, પોલીસ કમિશનરો તથા પોલીસ અધિક્ષકોને આદેશ આપવામાં આવ્યો હતો. તેમજ રાજય સ્તર DGP SWAGAT Plus કાર્યક્રમમાં કોઇ અરજદારે આવવું ન પડે તેવી આદર્શ સ્થિતિ સ્થાનિક સ્તરે જળવાઇ રહે તે જોવા સુચના આપી હતી.

કાર્યક્રમમાં ઓનલાઈન હાજર રહેલા પોલીસ અધિકારીઓ
કાર્યક્રમમાં ઓનલાઈન હાજર રહેલા પોલીસ અધિકારીઓ
અન્ય સમાચારો પણ છે...