કૌભાંડ ઝડપાયુ:ભરુચના દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલ ચોરીનો પર્દાફાશ કર્યો, 5 ટેન્કર સાથે 1.32 કરોડનો મુદ્દામાલ જપ્ત, 7 લોકોની ધરપકડ

ગાંધીનગર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેમિકલ ચોરીને ઉદ્યોગોને વેચતા સાત આરોપીઓની ધરપકડ કરાઈ - Divya Bhaskar
કેમિકલ ચોરીને ઉદ્યોગોને વેચતા સાત આરોપીઓની ધરપકડ કરાઈ
  • પોલીસે આરોપી રવિરાજ કાઠી, મનોજ ચૌહાણ, રવિન્દ્ર યાદવ, બકાભાઈ પટેલ, નરેશ ભાનુશાળીની ધરપકડ કરી.

ભરૂચના દહેજમાં સ્ટેટ મોનીટરીંગ સેલે કેમિકલના કાળા કારોબારનો પર્દાફાશ કરી 5 ટેન્કર સાથે 1 કરોડ 32 લાખથી વધુની કિંમતનો મુદામાલ જપ્ત કરીને 7 આરોપીઓની ધરપકડ કરી છે. હાઈવે પર પસાર થતા કેમિકલ ભરેલા ટેન્કરમાંથી કેમિકલ કાઢીને ઉદ્યોગોને વેચવામાં આવતું હતું.

150 બેરલ જેટલું કેમિકલ સ્ટોર કરાયું હતું
સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને દહેજમાં વેલસ્પન કંપની નજીક આવેલ માલવા પંજાબ હોટલ પાછળ કેમિકલ ચોરીનો વેપલો ચાલી રહ્યો હોવાની બાતમી મળતા ગઈકાલે મોડી રાતે રેડ કરવામાં આવી હતી. ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે 5 ટેન્કરોમાંથી કેમિકલની ચોરી કરવામાં આવી રહી હતી. ટેન્કરના વાલ્વ ઉપર લાગેલા સીલ ઢીલા કરી ધીમીધારે ટપકતા કેમિકલને બેરલોમાં ભરવામાં આવતું હતું. સ્ટેટ મોનીટરીંગ સેલે ૫ કેમિકલ ટેન્કર અને પીકઅપ વેન સહીત 1 કરોડ 32 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે રેડ કરી ત્યારે 150 બેરલ જેટલું કેમિકલ સ્ટોર કરાયું હોવાનો પર્દાફાશ થયો હતો.

80 લાખથી વધુની કિંમતનું કેમિકલ જપ્ત કર્યું
80 લાખથી વધુની કિંમતનું કેમિકલ જપ્ત કર્યું

એક કરોડથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો
પોલીસે ભરુચ જિલ્લાના દહેજ GIDC વિસ્તારમાં દરોડો પાડીને 7 આરોપીઓને 80.77 લાખની કિંમતના કેમિકલ, 49.50 લાખની કિંમતના બે વાહનો 1.43 લાખ રૂપિયા રોકડા તથા અન્ય મુદ્દામાલ મળીને કુલ 1 કરોડ 32 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે રવિરાજ કાઠી, મનોજ ચૌહાણ, રવિન્દ્ર યાદવ, બકાભાઈ પટેલ, નરેશ ભાનુશાળી સહિતના આરોપીઓની ધરપકડ કરી હતી.