તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વાતંત્ર્ય દિવસ:ગાંધીનગરમાં રાજ્યકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ઉજવાશે

ગાંધીનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત

સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી રાજ્યકક્ષાની ઉજવણી ગાંધીનગર સ્વર્ણિમ પાર્ક ખાતે મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં કરવામા આવશે. સેન્ટ્રલ વિસ્ટા બેંગ ઓફ બરોડાની સામે આયોજીત કાર્યક્રમના આયોજન માટે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.

કોરોના વોરિયર્સનું સન્માન થશે
બેઠકમાં કલેક્ટરે જણાવ્યું હતું કે રાજયકક્ષાના રાષ્ટ્રીય પર્વ સ્વાતંત્ર્ય દિવસની ગાંધીનગર ખાતે ગરિમાપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવશે. કોવિડ-19ના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેની ખાસ તકેદારી રાખવા તેમ પણ જણાવ્યું હતું. રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી બનનાર લોકોને ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. તેમજ સેનિટાઇઝર થઇને ઉજવણીમાં સર્વે લોકો સહભાગી બને તેવી ટનલ બનાવવામાં આવશે. રાષ્ટ્રીય પર્વની ઉજવણીના પ્રસંગે કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવશે. બેઠકમાં કાર્યક્રમના સુચારું આયોજન અર્થે સ્વચ્છતા, સ્ટેજ, સુશોભન, બેઠક વ્યવસ્થા, સેનિટાઇઝર જેવી એનક વ્યવસ્થા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે ગાંધીનગરની સરકારી ઇમારતોને રોશનીથી શણગારવામાં આવશે.’

અન્ય સમાચારો પણ છે...