સર્વાનુમત્તે નિર્ણય:રાજ્યના આરોગ્ય કર્મચારીઓનો અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખવા નિર્ધાર

ગાંધીનગર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સમગ્ર જિલ્લાના પ્રમુખોની બેઠકમાં લેખિત આદેશ મળે નહીં ત્યાં સુધી
  • 8મી ઓગસ્ટથી આરોગ્ય કર્મચારીઓ બેમુદતી હડતાલ પર છે: 3 બેઠક કરવા છતાં ઉકેલ આવ્યો નથી

રાજ્યના આરોગ્યના કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાલને મંત્રીઓની સાથે બેઠક કરી હતી. તેમાં અમુક માંગણીઓ સંતોષવામાં આવી હતી. આથી આરોગ્ય કર્મચારીઓના દરેક જિલ્લાઓના પ્રમુખ અને મહામંત્રીઓની સાથે બેઠક કરી હતી. તેમાં જ્યાં સુધી લેખિત આદેશ કરવામાં આવે નહી ત્યાં સુધી અચોક્કસ મુદતનું આંદોલન ચાલુ રાખવાનો સર્વાનુમત્તે નિર્ણય લેવામાં આવ્યો હોવાનું કર્મચારીઓએ જણાવ્યું છે.

રાજ્યના પ્રાથમિક, સામુહિક અને પેટા આરોગ્ય કેન્દ્રોમાં ફરજ બજાવતા અને ફિલ્ડનું કામગીરી કરતા કર્મચારીઓના પ્રશ્નો છેલ્લા ત્રણ વર્ષથી ઉકેલવામાં આવ્યા નથી. આથી ગત તારીખ 8મી, ઓગસ્ટ-2022થી રાજ્યભરના આરોગ્ય કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ ઉપર ઉતર્યા છે. જોકે રાજ્ય સરકારના મંત્રીઓની સાથે ત્રણ ત્રણ બેઠકો કરવા છતાં યોગ્ય ઉકેલ નહી આવતા હડતાલ ચાલુ રહી છે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારના મંત્રીઓની બનેલી સમિતિની સાથે બેઠકમાં અમુક માંગણીઓ સ્વિકારવામાં આવી હતી.

આથી આરોગ્ય કર્મચારીઓને હડતાલ પાછી ખેંચી લેવા અને ડ્યુટીમાં લાગી જવા જણાવ્યું હતું. જોકે કોઇ જ લેખિત આદેશ કરવામાં આવ્યો નહી હોવાથી સમગ્ર રાજ્યભરના તમામ જિલ્લા સંગઠનોનો પ્રમુખો અને મંત્રીઓ સહિતના હોદ્દેદારોની સાથે ગત બુધવારે મિટીંગ યોજવામાં આવી હતી. આ બેઠકમાં જ્યાં સુધી પોતાના પ્રશ્નોના ઉકેલ માટે લેખિત આદેશ કરવામાં આવે નહી. ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાનો સર્વાનુમતે નિર્ણય કરવામાં આવ્યો હતો.

જોકે મિટીંગમાં જો રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓની સામે કડક પગલાં લે તો તેના માટે તૈયાર છો કો નહી તે મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી. તેમાં રાજ્ય સરકાર તમામ કર્મચારીઓને છુટા કરી દે તો પણ લેખિત આદેશ વિના હડતાલ નહી સમેટવાનો નિર્ણય લીધો હોવાનું આરોગ્યના કર્મચારીઓએ જણાવ્યું છે.

દસક્રોઈ સહિતના આરોગ્ય કર્મીઓ પાસેથી હડતાળમાં જોડાવવા લેખિત બાંહેધરી લેવાઈ
પોતાના પડતર પ્રશ્નોનો લેખિત આદેશ કરવામાં આવે નહીં ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખવાનું સર્વાનુમતે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની કારોબારી અને પગલાં સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલા અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાઓમાં મિટીંગ નું આયોજન કરેલ .જેમાં દરેક કર્મીઓએ સ્વૈચ્છિક લેખિત અનુમતિ આપી હતી કે જયાં સુધી સરકાર માંગણીઓ સતોષતો લેખિત ઠરાવ ના આપે ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે અને હું કોઈપણ પ્રકારની પરવા કર્યા વગર હડતાળમાં જોડાઉ છું.ભવિષ્યમાં કોઈપણ પોલીસ કોર્ટ કેસ થશે કે ખાતાકીય તપાસ થશે તો સંપૂર્ણ જવાબદારી પોતાની રહેશે.ઉપરોક્ત બાંહેધરી કોઇના દબાણ વગર સભાન અવસ્થામાં આપું છું.આવી લેખિત બાંહેધરી હડતાળમાં જોડાયેલ કર્મીઓએ તાલુકા આરોગ્ય મહાસઘના પ્રમુખને આપી છે.

અન્ય સમાચારો પણ છે...