નિવેદન:કોમન સિવિલ કોડ માટે કમિટી રચવાનો રાજ્ય સરકારને અધિકાર નથી: વણઝારા

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • ગુજરાત સરકારના નિર્ણય સામે પૂર્વ અધિક સચિવનું નિવેદન

રાજ્ય સરકાર દ્વારા શુક્રવારે મળેલી કેબિનેટની બેઠકમાં ગુજરાતમાં કોમન સિવિલ કોડ-સમાન નાગરિક ધારો લાગુ કરવા માટે એક કમિટીની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય ભારતના બંધારણ આર્ટિકલ-44 હેઠળ ગુજરાત સરકારને અધિકાર જ નથી તેમ રાજ્ય સરકારના જ નિવૃત અધિક સચિવ કે.જી.વણઝારાએ જણાવ્યું હતું. તેમણે લેખિતમાં એવું કહ્યું હતું કે, ગુજરાતમાં સમાન સિવિલ કોડ બનાવવા માટે ગુજરાત સરકાર કે ગુજરાત વિધાનસભાને સત્તાધિકાર નથી.

આ બાબતે કે.જી.વણઝારે કહ્યું હતું કે, હું સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટનો એડવોકેટ છું અને ખૂબ જ જવાબદારી સાથે લખ્યું છે. તેમના લેટર પેડમાં તેમણે સ્પષ્ટ લખ્યું છે કે, વિધાનસભાની ચૂંટણીની પૂર્વ સંધ્યાએ ગુજરાત સરકારની કેબિનેટે નિવૃત્ત ન્યાયધીશની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરીને સમાન સિવિલ કોડ દાખલ કરવાની શકયતાઓ તપાસવાનો જે નિર્ણય કર્યો છે તે ગુજરાત સરકારની સત્તા બહારનો છે. તેમણે કાયદાને ટાંકતા કહ્યું હતું કે, બંધારણના આર્ટિકલ-44ના લખાણને વાંચીએ તો ‘ભારતના સમગ્ર રાજયક્ષેત્રમાં નાગરિકો માટે એકસરખો દીવાની કાયદો થાય તેમ કરવા રાજય પ્રયત્ન કરશે. બંધારણની આ ભાષા જોતા સમગ્ર ભારતીય પ્રદેશમાં સમાન નાગરિક ધારો ઘડવા માટે ભારત સરકાર અને સંસદ જ સક્ષમ છે.

અન્ય સમાચારો પણ છે...