સરકારી જમીનની બિનખેતી માટેના વિવિધ હેતુઓ માટે ફાળવણી કરવા જમીનની કિંમત નક્કી કરવાની પ્રક્રિયામાં 23 વર્ષ જૂના નિયમોમાં મહેસૂલ વિભાગે સુધારો કર્યો છે. જે મુજબ 2 કરોડ રૂપિયા સુધીની કિંમત હોય તેવી જમીનના કિસ્સામાં સ્ટેટ લેવલની લેન્ડ કમિટીની મંજૂરી કે અભિપ્રાય લેવાનો રહેશે નહીં. જિલ્લા કક્ષાની કમિટીએ કરેલું મૂલ્યાંકન માન્ય રહેશે.
હાલની જોગવાઇ મુજબ જિલ્લા કક્ષાની મૂલ્યાંકન સમિતિ દ્વારા કિંમત નક્કી કરવામાં આવે છે અને 50 લાખથી વધુની કિંમત થતી હોય તો ચીફ ટાઉન પ્લાનરનો અભિપ્રાય મેળવીને રાજ્ય કક્ષાની જમીન મૂલ્યાંકન સમિતિને મોકલાય છે. આ નિયમમાં સુધારો કરતા ઠરાવમાં મહેસૂલ વિભાગ દ્વારા જણાવાયું છે કે 1998ના ઠરાવમાં સુધારો કરી હવે જે દરખાસ્તમાં જમીનની કિંમત 2 કરોડ કે તેથી વધુ હોય તેવા કિસ્સાઓમાં જ રાજ્યકક્ષાની મૂલ્યાંકન સમિતિ સમક્ષ પ્રકરણ રજૂ કરવાનું રહેશે.
જમીન ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે
સૂત્રોએ કહ્યું કે મોટાભાગની જમીનનું મૂલ્યાંકન 50 લાખથી વધુ થતું હોવાથી આ કેસ સ્ટેટ લેવલની લેન્ડ કમિટીમાં મોકલવા પડતા હતા અને નિર્ણયમાં સમય લાગતો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.