તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMC ચૂંટણી:આજથી ઉમેદવારી પત્ર ભરવાની શરૂઆત, 1 એપ્રિલ છેલ્લો દિવસ; 5 એપ્રિલ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ

ગાંધીનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોળી-ધૂળેટીની રજા અને ભાજપ-કોંગ્રેસમાં ઉમેદવારોની બાકી જાહેરાતને પગલે છેલ્લા 2 દિવસ ધસારો રહેશે

મહાનગરપાલિકાની ચૂંટણીનું જાહેરનામું આજથી પ્રસિદ્ધ થતાં ઉમેદવારી પત્રો ભરવાના શ્રીગણેશ થશે. ચૂંટણી લડવા માંગતા ઉમેદવારો 1 એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે. 3 એપ્રિલે ઉમેદવારી પત્રોની ચકાસણી થશે. 5 એપ્રિલ ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ છે. એટલે 5 એપ્રિલે ક્લિયર થઈ જશે કે કોર્પોરેશનના 11 વોર્ડની 44 બેઠક માટે કેટલા મુરતિયા લાઇનમાં છે.

ભાજપ અને કૉંગ્રેસે હજુ સુધી ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે. બંને પક્ષ દ્વારા એકબીજાની રાહ જોઈને 30 માર્ચની આસપાસ ઉમેદવારો જાહેર કરાય તેવી શક્યતા છે. જેને પગલે આજના પ્રથમ દિવસે કોઈ ફોર્મ ભરાશે તો તે અપક્ષ કે કોઈ અન્ય પાર્ટીના હશે. બીજી તરફ રવિવાર-સોમવારે હોળી-ધૂળેટીની જાહેર રજા છે. જેને પગલે ઉમેવાદોરને ફોર્મ ભરવા માટે 30-31 માર્ચ અને 1 એપ્રિલના 3 દિવસ જ મળશે. એટલે કહી શકાય કે છેલ્લા 2 દિવસમાં જ ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ધસારો થશે. 18 એપ્રિલે ચૂંટણી અને 20 એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. ચૂંટમીમાં 11 વોર્ડમાં કુલ 2,82,380 મતદાર 44 કાઉન્સિલર નક્કી કરશે.

ઉમેદવારોએ ઓનલાઇન ઉમેદવારી નોંધાવીને ફોર્મ રૂબરૂ પહોંચાડવું પડશે
ઉમેદવારો રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશ અનુસાર ઓનલાઈન ઉમેદવારી નોંધાવી શકાશે. ઉમેદવારો sec-poll.gujarat.gov.in પર જઈ સોગંદનામું ડાઉનલોડ કરી શકશે. ફોર્મ ભરીને સ્કેન કરીને ઉમેદવારી પત્ર તથા સોગંદનામુ અપલોડ કરવાનું રહેશે. જોકે ઉમેદવારે ચૂંટણી અધિકારીને જાતે અથવા ટેકેદાર મારફતે ઉમેદવારીપત્ર આપવું પડશે. કારણ કે ઉમેદવારી પત્રોની ચકાસણી સમયે અસલ ઉમેદવારી પત્ર અને સોગંદનામાં જ ધ્યાને લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો