તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિક્ષણ:ગાંધીનગર જિલ્લાની ધો-6થી 8ના વિદ્યાર્થીઓ માટે આજથી ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ

ગાંધીનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • વાલીના સંમતિપત્ર સાથે જ વિદ્યાર્થીઓને શાળામાં ઓફલાઇન શિક્ષણ અપાશે

કોરોનાની બીજી લહેરની મંદતા વચ્ચે ત્રીજા તબક્કામાં ધોરણ-6થી 8ની 1200 શાળાઓમાં 2જ સપ્ટેમ્બરથી ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ થશે. રાજ્યના શિક્ષણ વિભાગની એસઓપી મુજબ વાલીના સમંતિપત્રક સાથે આવેલા વિદ્યાર્થીઓને જ શાળામાં ઓફલાઇન શિક્ષણ અપાશે. શાળાના વર્ગખંડના કુલ વિદ્યાર્થીઓના 50 ટકા ક્ષમતા સાથે પ્રારંભ થનાર ઓફલાઇન શિક્ષણની સાથે સાથે ઘરે રહેતા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ પણ અપાશે.

છેલ્લા દોઢ વર્ષથી હાહાકાર મચાવનાર કોરોનાની મહામારીની પ્રથમ લહેરમાં રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ ત્યારબાદ કોરોનાની બીજી લહેર શરૂ થતાં વિદ્યાર્થીઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારને માત્ર એકાદ માસમાં જ શાળાઓને બંધ કરવાની ફરજ પડી હતી. જોકે હાલમાં કોરોનાની બીજી લહેરની મંદ સ્થિતિને પગલે રાજ્યના શિક્ષણ વિભાગે પ્રથમ તબક્કામાં ધોરણ-12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ શરૂ કરી હતી. ત્યારબાદ બીજા તબક્કામાં ધોરણ-9થી 11ના વિદ્યાર્થીઓ માટે શાળાઓના દ્વાર ખોલાયા હતા.

હવે ત્રીજા તબક્કામાં અપર પ્રાયમરી ધોરણ-6થી 8ના વિદ્યાર્થીઓ માટે શાળાઓમાં ઓફલાઇન શૈક્ષણિક કાર્ય 2 સપ્ટેમ્બરથી પ્રારંભ થશે. જોકે ગત વર્ષ કરતા ચાલુ શૈક્ષણિક વર્ષમાં રાજ્યના શિક્ષણ વિભાગે એસઓપીમાં ફેરફાર કરીને 50 ટકા જ વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેસાડવાનો નિયમ બનાવ્યો છે. ઉપરાંત વિદ્યાર્થીને શાળામાં મોકલતા પહેલાં વાલીનું સમંતિપત્રક ફરજિયાત કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ માટે શાળાઓ ખોલવામાં આવી હોવા છતાં હાલમાં શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા માંડ 25 ટકાની આસપાસ રહે છે. ત્યારે અપર પ્રાયમરીના વિદ્યાર્થીઓ માટે શરૂ થનાર શાળાઓ કેટલી સફળ રહે છે તે તો આગામી સમય જ બતાવશે.

અન્ય સમાચારો પણ છે...