તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોવિડના દર્દીઓ માટે સુવિધા:ગાંધીનગરમાં સેક્ટર-2 ખાતે કોરોનાના દર્દીઓ માટે નિઃશુલ્ક સ્વામિનારાયણ કોવિડ કેર સેન્ટર ઉભુ કરાયુ

ગાંધીનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગરમાં સેક્ટર-2 ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું - Divya Bhaskar
ગાંધીનગરમાં સેક્ટર-2 ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું
  • દર્દીઓને દાખલ થવાનો સમય સવારે 10થી 12 તેમજ બપોરે 4થી 6નો રાખવામાં આવ્યો છે
  • અહીં ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવિર ઈન્જેક્શન કે અન્ય કોઈ પણ પ્રકારની દવાઓની સગવડ નથી

હાલમાં કોરોના મહામારીમાં હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. દર્દીઓને દાખલ થવા માટે કલાકો સુધી લાઈનમાં લાગી રહેવું પડે છે. ત્યારે સંસ્થાઓ હવે આગળ આવી છે. ગાંધીનગરમાં સેક્ટર-2 ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને વિના મૂલ્યે રહેવાનું, જમવાનું અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

દર્દીઓને વિના મૂલ્યે રહેવાનું, જમવાનું અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે
દર્દીઓને વિના મૂલ્યે રહેવાનું, જમવાનું અને જરૂરી દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે
સ્વામિનારાયણ મંદિર હવે કોરોનાના દર્દીઓની સેવા માટે આગળ આવ્યું
સ્વામિનારાયણ મંદિર હવે કોરોનાના દર્દીઓની સેવા માટે આગળ આવ્યું

પોઝિટિવ દર્દીઓ માટે એક આઈસોલેશન સેન્ટર
અમદાવાદ નરનારાયણ દેશ તાબાનું સ્વામિનારાયણ મંદિર હવે કોરોનાના દર્દીઓની સેવા માટે આગળ આવ્યું છે. મંદિર તરફથી સેક્ટર 2માં ભક્તિમાતા ભવન ખાતે કોવિડ કેર સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. જે માત્ર કોરોના પોઝિટિવ દર્દીઓ માટે એક આઈસોલેશન સેન્ટર છે. આ સેન્ટર પર દર્દીઓને રહેવા, જમવા, ચા પાણી, ઉકાળા તેમજ દવાઓની નિઃશુલ્ક સગવડ આપવામાં આવી રહી છે.

દર્દીઓના સગાંઓને સાથે રહેવા માટે જરૂરી હશે તો જ પરવાનગી આપવામાં આવશે
દર્દીઓના સગાંઓને સાથે રહેવા માટે જરૂરી હશે તો જ પરવાનગી આપવામાં આવશે
દાખલ થવાનો સમય સવારે 10થી 12 તેમજ બપોરે 4થી 6નો રાખવામાં આવ્યો
દાખલ થવાનો સમય સવારે 10થી 12 તેમજ બપોરે 4થી 6નો રાખવામાં આવ્યો

અન્ય કોઈ પણ પ્રકારની દવાઓની સગવડ નથી
આ સેન્ટર પર આવનારા દર્દીઓને દાખલ થવાનો સમય સવારે 10થી 12 તેમજ બપોરે 4થી 6નો રાખવામાં આવ્યો છે. આ સેન્ટર પર દર્દીઓના સગાંઓને સાથે રહેવા માટે જરૂરી હશે તો જ પરવાનગી આપવામાં આવશે. અહીં ઓક્સિજન, વેન્ટિલેટર, રેમડેસિવિર ઈન્જેક્શન કે અન્ય કોઈ પણ પ્રકારની દવાઓની સગવડ નથી. કારણ કે આ માત્ર એક આઈસોલેશન સેન્ટર છે.

આ માત્ર એક આઈસોલેશન સેન્ટર છે
આ માત્ર એક આઈસોલેશન સેન્ટર છે
દર્દીએ ડોક્ટરની ફાઈલ તથા રીપોર્ટ સાથે રાખવા પડશે
દર્દીએ ડોક્ટરની ફાઈલ તથા રીપોર્ટ સાથે રાખવા પડશે

દર્દીએ પોતાની સાથે રાખવાની વસ્તુઓ
આ સેન્ટર પર દાખલ થનાર દર્દીએ પોતાના આધારકાર્ડની ઝેરોક્ષ, કોરોનાનો રીપોર્ટ, ડોક્ટરનું સર્ટિફિકેટ, જરૂરી કપડાં, રૂમાલ, ટુથ બ્રશ અને પેસ્ટ, સાબુ તથા પ્રાથમિક જરૂરિયાતની અન્ય વસ્તુઓ, પોતાની જરૂરી દવા, ડોક્ટરની ફાઈલ તથા રીપોર્ટ સાથે રાખવા પડશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો