ગાંધીનગરમાં સફાઈ અભિયાન:સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનના અભિયાનથી તંત્રની સફાઈની પોલ ખૂલી!

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરમાં નર્મદા કેનાલ ઝુંડાલ- અડાલજ બ્રિજ ખાતે સફાઈ અભિયાન કર્યા બાદ રવિવારે ઝુંડાલથી અંબાપુર જતાં નર્મદા કેનાલ બ્રિજ પાસેના વિસ્તારમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જશવંતભાઈ પટેલ દ્વારા સફાઈ અભિયાન કરાયું હતું. જન જાગૃતિ લાવવાના ભાગરૂપે વોર્ડ નં-11ના ભાજપના કાર્યકરો-નેતાઓ સાથે મળીને આ વિસ્તારમાં સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેને સફાઈ કરી હતી. ત્યારે તેમના આ સફાઈ અભિયાને તંત્રની સફાઈની પોલી ખાલી નાખી છે.

સફાઈ અભિયાન દરમિયાન ભાજપ દ્વારા અહીં ટ્રેક્ટર ભરીને કચરો એકઠો કરાયો હતો. ત્યારે સવાલ એ થાય છે કે કોર્પોરેશન વિસ્તારને સ્વચ્છ રાખવા માટે વર્ષે કરોડો રૂપિયા ખર્ચાય છે તો આ કચરો આવ્યો ક્યાંથી? કેનાલ પરના મુખ્ય માર્ગની આસપાસથી જે રીતે કચરો એકઠો કરાયો તે રીતે અહીં મહિનાઓ સુધી સફાઈ જ નહીં થઈ હોય તે દર્શાવે છે. ત્યારે આ વિસ્તારમાં સફાઈની જવાબદારી કોની છે અને કામગીરી યોગ્ય રીતે થાય છે કે નહીં તેની તપાસ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...