બોર્ડનું પરિણામ:ધોરણ - 12 સામાન્યમાં જિલ્લાના પાસ 9056 વિદ્યાર્થી બી1થી સી2 ગ્રેડમાં

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોલેજમાં પ્રવેશનું મેરિટ ગત વર્ષ કરતા નીચું રહેવા શક્યતા
  • એ1, એ2 અને ડી ગ્રેડમાં માત્ર 748 વિદ્યાર્થીનો સમાવેશ

ધોરણ-12 સામાન્ય પ્રવાહનું જિલ્લાનું પરિણામ 87.84 ટકા આવ્યું છે. પરંતુ જિલ્લામાંથી પાસ થયેલા કુલ-9804માંથી બી1થી સી2 ગ્રેડમાં 9056 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આથી કોલેજમાં પ્રવેશનું મેરીટ ગત વર્ષ કરતા નીચું રહેવાની શક્યતા રહેલી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત શનિવારે ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેમાં જિલ્લામાંથી 11227 વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાંથી પરીક્ષા 11161 વિદ્યાર્થીઓએ આપી હતી. તેમાંથી 9804 વિદ્યાર્થીઓ પાસ અને 1423 વિદ્યાર્થીઓ નાપાસ થયા હતા.

આથી પાસ થયેલા વિદ્યાર્થીઓમાંથી એ-1 અને એ-2 ગ્રેડ તેમજ ડી ગ્રેડમાં માત્ર 748 વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. જ્યારે બાકીના 9056 વિદ્યાર્થીઓનો બી-1 ગ્રેડથી સી-2 ગ્રેડમાં સમાવેશ થયો છે. આથી ઉત્તર્ણી થયેલા વિદ્યાર્થીઓમાંથી 92.37 ટકા વિદ્યાર્થીઓએ 41 ટકાથી 80 ટકા મેળવ્યા હોય તેમ શિક્ષણ બોર્ડ દ્વારા પ્રસિદ્ધ કરેલી પરિણામ પુસ્તિકામાં જિલ્લાના પરિણામમાં ગ્રેડ વાઇઝ ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓના આંકડા પરથી લાગી રહ્યું છે.

જિલ્લાના પ્રસિદ્ધ કરેલા પરિણામમાં એ-1 ગ્રેડમાં 42, એ-2 ગ્રેડમાં 593 અને ડી ગ્રેડમાં 112 સહિત કુલ-748 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જ્યારે બાકીના બી-1 ગ્રેડમાં 1840, બી-2 ગ્રેડમાં 2706, સી-1 ગ્રેડમાં 3049 અને સી-2 ગ્રેડમાં 1461 સહિત કુલ-9056 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આમ જિલ્લાનું પરિણામ ભલે ઉંચુ આવ્યું છે. પરંતુ પાસ થયેલા વિદ્યાર્થીઓમાંથી 92.37 ટકા વિદ્યાર્થીઓનું પરિણામ 41 ટકાથી 80 ટકાની વચ્ચે જ રહ્યું છે. આથી ધોરણ-12 સામાન્ય પ્રવાહ પછી વિવિધ ફેકલ્ટીમાં પ્રવેશ નીચો રહેવાની શક્યતા રહેલી છે.

અન્ય સમાચારો પણ છે...