વિરોધ:એસ.ટી.ના કર્મીઓ 9 દિવસ કાળીપટ્ટી ધારણ કરી વિરોધ કરશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
એસ ટી નિગમના કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી. - Divya Bhaskar
એસ ટી નિગમના કર્મીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ બજાવી.

પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે એસ.ટી.નિગમના કર્મચારીઓએ શરૂ કરેલા લડત આંદોલન સતત 24 દિવસ સુધી ચાલશે. ગુરૂવારથી સતત નવ દિવસ સુધી એસ ટી નિગમના કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવીને સરકારે કરેલા અન્યાયનો વિરોધ કરશે. ત્યારબાદ સૂત્રોચાર અને ઘંટનાથ બાદ માસ સીએલનું શસ્ત્ર ઉગામવવામાં આવશે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં ફરજ બજાવતા કર્મચારીઓને પડતર પ્રશ્નો ઉકેલની માંગણી સાથે કર્મચારીઓના ત્રણેય યુનિયનોની સંયુક્ત સંકલન સમિતિએ ગત વર્ષ-2019માં લેખિત રજુઆત કરી હતી.

ઉપરાંત સતત બે દિવસ સુધી સમગ્ર રાજ્યના એસ ટી બસના ટાયર થંભાવી દીધા હતા. ત્યારે પડતર પ્રશ્નોને આગામી દસેક દિવસમાં ઉકેલની ખાત્રી પણ આપવામાં આવી હતી. ત્યારબાદ રાજ્ય સરકાર દ્વારા એસ ટી નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાને બદલે લોલીપોપ જ આપવામાં આવતી હોવાનો આક્ષેપ કર્મચારીઓએ કર્યો છે. સતત ત્રણ વર્ષ સુધી કર્મચારીઓના પ્રશ્નો નહી ઉકેલાતા કર્મચારીઓએ લડત આંદોલન ચલાવવાનું નક્કી કર્યું છે. જેના ભાગરૂપે એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોની સંયુક્ત સંકલન સમિતિએ લેખિત રજુઆત કરી હતી. ત્યારબાદ ગત બુધવારે સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

ગત 15મી બુધવારથી લઇને 8મી, ઓક્ટોબર સુધી એટલે કે સતત 24 દિવસ સુધી વિવિધ વિરોધ કાર્યક્રમો સાથે લડત આંદોલન ચલાવવામાં આવશે. જેના ભાગરૂપે 16મીથી 24 સપ્ટેમ્બર કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવીને વિરોધ કરશે. ત્યારબાદ 27 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર કર્મચારીઓ રિશેષમાં સૂત્રોચાર કરશે. ઉપરાંત 4થી 7 ઓક્ટોબર સુધી ઘંટનાદ કરવામાં આવશે. તેમ છતાં પ્રશ્નો નહી ઉકેલાય તો 7 ઓક્ટોબરની મધ્યરાત્રી 12-00 કલાકથી 8 ઓક્ટોબરે માસ સીએલ ઉપર જશે.

અન્ય સમાચારો પણ છે...