રજૂઆત:STના કર્મચારીઓ 21મીથી માસ CLનું શસ્ત્ર ઉગામશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા રજૂઆત
  • 20મી સુધી ઘંટનાદ અને સૂત્રોચાર થશે

ત્રણ વર્ષથી રાજ્ય સરકાર એસ ટી નિગમના કર્મચારીઓના પ્રશ્નો ઉકેલવાને બદલે લોલીપોપ આપી રહી છે. ત્યારે પડતર પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ લડત આંદોલન શરૂ કર્યું છે. જેના ભાગરૂપે પ્રશ્નો નહી ઉકેલાય તો 21 ઓક્ટોબરથી માસ સીએલનું શસ્ત્ર ઉગામશે. શરદપૂર્ણિમા સુધી સૂત્રોચાર અને ઘંટનાથનો કાર્યક્રમ આપશે. રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓના પ્રશ્નોના ઉકેલ માટે 2019માં લડત આંદોલન ચલાવ્યું હતું.

તેમાં કર્મચારીઓના ત્રણેય યુનિયનોએ ભેગા મળીને આંદોલનને સમર્થન આપતા સતત ત્રણ દિવસ સુધી સમગ્ર રાજ્યની એસ ટી બસના ટાયરો અટકી પડ્યા હતા. પડતર પ્રશ્નોના ઉકેલ માટે એસ ટી નિગમના કર્મચારીઓ દ્વારા છેલ્લા એક મહિનાથી લડતના કાર્યક્રમો ચલાવવામાં આવી રહ્યા છે.

તેમાં જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર આપ્યું, કાળી પટ્ટી ધારણ કરીને કર્મચારીઓએ વિરોધ કર્યો, સૂત્રોચાર કર્યા, ઘંટનાદનો કાર્યક્રમ હાલચાલી રહ્યો છે. તેમ છતાં શરદપૂર્ણિમા સુધીમાં એસ ટી નિગમના કર્મચારીઓના પ્રશ્નોનો હકારાત્મક ઉકેલ નહી આવે તો 20મી, ઓક્ટોબરની મધ્યરાત્રીથી કર્મચારીઓ માસ સીએલ ઉપર ઉતરી જઇને એસ ટી બસોના પૈડાં થંભાવી દેશે.

અન્ય સમાચારો પણ છે...