પગાર વહેલો:એસટીના કર્મચારીઓને પગાર વહેલો અપાશે

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દિવાળી પર્વને પગલે લેવાયો નિર્ણય

દિવાળી પર્વને પગલે એસ ટી નિગમ દ્વારા કર્મચારીઓને ઓક્ટોબર માસ પગાર ચુકવવામાં આવશે. જેના માટે રાજ્યભરના તમામ ડેપો મેનેજરોને કર્મચારીઓની હાજરી અને ઓવરટાઇમના પગારબીલો બનાવી દેવાની સુચના એસ ટી નિગમ દ્વારા આપવામાં આવી છે.

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા દિવાળી તહેવારને ધ્યાનમાં રાખીને કર્મચારીઓને ઓક્ટોબર માસની હાજરી અને ઓવરટાઇમ સહિતની વિગતો એકત્રીત કરવાની રહેશે. ઓક્ટોબર માસની હાજરી અને ઓવરટાઇમની થકી રકમનું બીલ બનાવી દેવાની ડેપો મેનેજરોને સુચના આપી દેવામાં આવી છે. ઉપરાંત બીન પગારી રજાઓ હોય અથવા અન્ય કારણોસર રજા નામંજુર થઇ હોય તો તેટલા દિવસની કપાસ નવેમ્બર માસમાં કરવાની રહેશે. વધુમાં વહિવટી સ્ટાફના પગારના ફંડની માંગણી અને ડેપો સ્ટાફના ફંડની માંગણી કેશ એન્ડ બુકિંગ શાખા દ્વારા આપવામાં આવતી સુચના મુજબ અલગથી માંગણી કરવાની રહેશે તેમ એસ ટી ડેપોના કર્મચારીઓએ જણાવ્યું છે.

જોકે એસ ટી નિગમના કર્મચારીઓને પગાર વહેલા મળતા દિવાળી તહેવારને લઇને ખરીદી સહિતની કામગીરી કરી શકશે. કર્મચારીઓની હાજરી, ઓવરટાઇમ સહિતની બીલ મોકલી આપવા ડેપો મેનેજરોને સુચના આપવામાં આવી છે. જેના પગલે દિવાળીમાં કર્મચારીઓ અગાઉ ખરીદી કરી શકે. જેથી કર્મીઓમાં ખુશી ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...