તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સરકાર-ST વચ્ચે જમા-ઉધાર જેવો વ્યવહાર:સરકારને ST રૂ.3646 કરોડ ચૂકવતી નથી, સરકારે 9.70 કરોડ બાકી રાખ્યા

ગાંધીનગર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

વિધાનસભામાં પુછાયેલા પ્રશ્નોના જવાબમાં આ માહિતી બહાર આવી હતી. સરકારે રજૂ કરેલી વિગતો મુજબ ગુજરાત સરકારને એસટી નિગમ પાસેથી કુલ 3646.92 કરોડ રૂપિયા લેવાના બાકી નીકળે છે.જેમાં લોનની રકમ 3455.40 કરોડ રૂપિયા છે જ્યારે 153.92 કરોડ પેસેન્જર ટેક્સના અને 37.60 કરોડ મોટર વ્હીકલ ટેક્સની રકમ બાકી છે. એસટી નિગમે પેસેન્જર ટેક્સ પેટે 1.19 કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

બીજી તરફ રાજ્ય સરકાર સરકારી કાર્યક્રમોમાં પણ એસટીની બસોનો છૂટથી ઉપયોગ કરે છે. વર્ષ 2019માં ભાડે લેવાયેલી બસના ભાડા પેટે 19.69 લાખ જ્યારે વર્ષ 2020માં 11.77 લાખ મળીને કુલ 11.97 કરોડનું ભાડું સરકારે ચૂકવવાનું થતું હતું જેમાંથી વર્ષ 2019માં 12.65 લાખ અને વર્ષ 2020માં 2.14 કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. હજુ પણ 9.70 કરોડ રૂપિયા ચૂકવવાના બાકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો