આવેદન:એસટી નિગમના કર્મચારીઓ આજે કાળીપટ્ટી પહેરીને ફરજ બજાવશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કલેક્ટરને આવેદનપત્ર અપાયું. - Divya Bhaskar
કલેક્ટરને આવેદનપત્ર અપાયું.
  • ત્રણેય યુનિયનની સંકલન સમિતિએ આંદોલનના ભાગરૂપે આવેદન આપ્યું

એસ.ટી. નિગમના કર્મચારીઓને ગત જુલાઇ-2019માં વધેલી મોંઘવારી ભથ્થાની ચુકવણી એરિયર્સ સાથે ચુકવવી. સેટલમેન્ટના કરાર મુજબ વર્ગ-4ના કર્મચારીઓને ગત વર્ષ-2018-19 અને ગત વર્ષ-2019-20નું એક્સગ્રેસીયા બોનસ ચુકવવું સહિતના કુલ-20 જેટલા પડતર પ્રશ્નો ઉકેલવામાં નહી આવતા એસ ટી નિગમના કર્મચારીઓના ત્રણેય યુનિયનની સંકલન સમિતિએ લડત આંદોલનના ભાગરૂપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. લડત કાર્યક્રમના ભાગરૂપે ગુરુવારે કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કરીને ફરજ બજાવશે.

કર્મચારીઓના પ્રશ્નોમાં સેટલમેન્ટ કરાર મુજબ 7મા પગારપંચની અમલવારીથી ચૂકવવા પાત્ર ઓવરટાઇમ પાછલી અસરથી આપવો. 7મા પગારપંચના એરીયર્સનો છેલ્લા હપતાનું ચુકવણું કરવું. સેટલમેન્ટ કરાર મુજબ ચડત હક્ક રજાનું રોકડમાં ચુકવણું ચુકવવું. નિગમના કંડક્ટરકક્ષામાં પગારની વિસંગતતા દૂર કરી તાત્કાલીક 7મા પગારપંચમાં સંકલન સમિતિએ માંગ્યા મુજબના પે-સ્કેલનો અમલ કરીને ચુકવણું કરવું. નિગમના કર્મચારીઓને કોરોના વોરીયર્સ જાહેર કરીને મળવાપાત્ર લાભો સત્વેર ચુકવવાની માંગણી ત્રણેય સંઘની સંકલન સમિતિએ કરી છે.

તમામ કક્ષાના કર્મચારીઓને ભરતી અને બઢતીમાં સીસીસી પ્રમાણપત્રની જરૂરિયાતને તાત્કાલિક અસરથી રદ કરવી. બદલી અંગેનો પરિપત્ર નંબર 2077 રદ કરવો અથવા તેના નિયમો હળવા કરવા. નિગમના ફિક્સ પગારી કર્મચારીઓને સરકારના ધારા ધોરણ મુજબ પગાર વધારો કરવો. કર્મચારીઓને યુનિફોર્મનું કાપડ આપવું તેમજ જ્યાં સુધી કાપડ આપવામાં આવે નહી ત્યાં સુધી કર્મચારીઓને યુનિફોર્મના મામલે ડિફોલ્ટ કેસ કરવા નહીં.

ફિક્સ પગારી કર્મચારીના અવસાનના કિસ્સામાં તેના આશ્રિત વારસદારને 4 લાખના પેકેજનો લાભ આપવો. સેટલમેન્ટ કરાર મુજબ કર્મચારીઓને ડીએ, ઓટી અને બોનસ સહિતનો અમલ કરવાની માંગણીઓના ઉકેલ માટે એસટી વર્કર્સ યુનિયન, એસટી કર્મચારી મંડળ અને એસટી મજદુર સંઘની સંયુક્ત સંકલન સમિતિએ કલેક્ટરને આવેદન આપ્યું છે.

અન્ય સમાચારો પણ છે...