એસ ટી નિગમ દ્વારા ગાંધીનગરથી અમદાવાદ વચ્ચે દોડતી શહેરી બસ સેવાના ભાડાનું માળખું તૈયાર કરવામાં આવ્યું નથી. તેમ ઘ-2થી કૃષ્ણનગર જતી વખતે મુસાફરે ભાડા પેટે રૂપિયા 24 ચુકવ્યા છે. જ્યારે મુસાફર કૃષ્ણનગરથી પથિકાશ્રમ આવવાનું ભાડુ રૂપિયા 21 લેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ગાંધીનગર અને અમદાવાદ વચ્ચે ખાસ શહેરી બસ સેવા દોડાવવામાં આવે છે. જોકે આ શહેરી બસ સેવા માટે એસ ટી નિગમે દ્વારા દરેક રૂટ મુજબ ભાડુ નક્કી કરવામાં આવ્યું છે કે નહી તેવા પ્રશ્નો મુસાફરોમાં ઉઠી રહ્યા છે.
કેમ કે નગરના એક મુસાફરને અમદાવાદના કૃષ્ણનગર જવાનું હોવાથી તેઓ ઘ-2થી કૃષ્ણનગર જવા માટે ગાંધીનગરથી અમદાવાદની શહેરી બસ સેવામાં બેઠા હતા. આ મુસાફરને ગાંધીનગરથી કૃષ્ણનગર સુધી ભાડાની રૂપિયા 24ની ટિકીટ આપી હતી. જોકે મુસાફરે સામાજિક કામ પૂર્ણ કરીને પરત ગાંધીનગર આવવા માટે શહેરી બસ સેવામાં બેઠા હતા. તેમણે કૃષ્ણનગરથી પથિકાશ્રમ આવવા માટે ટિકિટ લેતા કંડક્ટરે રૂપિયા 21 ભાડાની ટિકીટ આપી હતી. આથી એક જ જગ્યાએ જવા માટે મુસાફરને જતા અને આવતા અલગ અલગ ભાડું ચુકવવાની ફરજ પડી હતી.
જોકે મુસાફરે કૃષ્ણનગર જવા માટે ઘ-રોડની બસમાં બેઠા હતા. જ્યારે કૃષ્ણનગરથી પથિકાશ્રમ આવવા માટે ચ-રોડની બસમાં બેઠા હતા. આથી માત્ર રૂટ બદવાથી બસના ભાડામાં ત્રણ રૂપિયાનો તફાવતનો અનુભવ તેમણે કર્યો હતો. આ અંગે મુસાફર દ્વારા એસ ટી નિગમમાં ફરીયાદ કરવામાં આવશે તેમ મુસાફરે જણાવ્યું છે. એસટી નીગમની વધુ એક લાલિયાવાડી સામે આવી છે. જેથી મુસાફરોમાં રોષની લાગણી ફૅેલાઇ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.