આદેશ:ધો.-12 સા. પ્ર.ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓના ફોર્મ ભરાશે

ગાંધીનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા શિક્ષણાધિકારીઓને શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ કરાયો
  • વેબસાઇટ ઉપર ઓનલાઇન 16 ડિસેમ્બર સુધી ફોર્મ સ્વીકારશે

માર્ચ-2023માં થનાર ધો.-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો ઓનલાઇન સ્વીકારની કામગીરી શરૂ કરવામાં આવી છે. 16 ડિસેમ્બર સુધી ઓનલાઇન આવેદનપત્રો શિક્ષણ બોર્ડની વેબસાઇટ ઉપર સ્વીકારવામાં આવશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2023માં લેવાનાર ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષાના આવેદનપત્રો સ્વીકારવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જેના ભાગરૂપે રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને શિક્ષણ બોર્ડ દ્વારા આદેશ કરવામાં આવ્યો છે.

જોકે ધોરણ-12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓના ઓનલાઇન આવેદનપત્રો સ્વીકારવાની કામગીરી ગુરૂવાર બપોરે 2 કલાકથી શરૂ કરવામાં આવી છે. જે 16 ડિસેમ્બર સુધી ઓનલાઇન આવેદનપત્રો સ્વીકારવામાં આવશે. જોકે શાળાના સંચાલકોએ ઓનલાઇન આવેદનપત્રો ભરતી વખતે કોઇપણ પ્રકારની ભૂલ થાય નહીં તે રીતે ભરીને મોકલવાના રહેશે. જો વિદ્યાર્થીના નામ સહિતની કોઇપણ ભૂલ હશે તો તેના માટે શાળા જ જવાબદાર રહેશે.

વિદ્યાર્થીઓના તમામ પ્રકારના ફોર્મ ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે
ધોરણ-12 સામન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉત્તર ઉચ્ચતર બુનિયાદી પ્રવાહ તથા સંસ્કૃત મધ્યમાના નિયમિત, ખાનગી, રિપીટર તથા પૃથ્થક તમામ પ્રકારના વિદ્યાર્થીઓના આવેદનપત્રો ફરજિયાત ઓનલાઇન ભરવાના રહેશે. - એમ.કે.રાવલ, બોર્ડના પરીક્ષા નિયામક

અન્ય સમાચારો પણ છે...