મતદાન:જિલ્લાના SRP અને પોલીસ કર્મીઓ શનિવારેે મતદાન કરશે

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એસપી કચેરીએ બેલેટથી મતદાન કરશે

રાજ્યમા વિધાનસભાની ચૂંટણીમા પહેલા ચરણના મતદાનમા હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ઉમેદવારો મતદારોને આકર્ષવા પ્રચાર કરી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીમા ફરજ બજાવતા કર્મચારીઓને મતદાન કરવા બેલેટનો ઉપયોગ કરવાનો હોય છે. ત્યારે આવતીકાલ શનિવારે જિલ્લામા ફરજ બજાવતા 4 હજાર પોલીસ કર્મચારીઓનુ મતદાન પ્રક્રિયા હાથ ધરવામા આવશે.

ચૂંટણી પ્રક્રિયામા ફરજ બજાવતા કર્મચારીઓને બેલેટથી મતદાન કરાવવામા આવે છે. કર્મચારી પોતાના મતાધિકારથી વંચિત ના રહી જાય માટે બેલેટ પદ્ધતિથી મતદાન કરવામા આવે છે. ખાસ કરીને પોલીસ કર્મચારીઓને ચૂંટણી દરમિયાન પાણી પીવાનો પણ સમય મળતો નથી. જેથી જિલ્લાના પોલીસ કર્મચારીઓનુ આવતીકાલ શનિવારે બેલેટથી મતદાન કરાશે. જેમા ગાંધીનગર જિલ્લાના કલોલ, માણસા, દહેગામ અને શહેર વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ માટે મતદાન કરાશે.

શનિવાર 26 નવેમ્બરના રોજ ગાંધીનગર જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પોલીસ ભવન, એસઆરપી ગ્રૂપના કર્મચારીઓ અને જિલ્લામા ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા પોતાના વિસ્તારના ઉમેદવાર માટે મતદાન કરાશે. ચૂંટણી કામગીરીમા જોતરાયેલા 4 હજાર કર્મચારીઓ મતદાન કરશે. જેને લઇ એસપી કચેરીમા તમામ પ્રકારી તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. સવારે 10 કલાકથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાઆવશે.

અન્ય સમાચારો પણ છે...