તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાણીનો બગાડ:ઓક્સિજનની પાઇપ લાઇન બરફથી ન થીજી જાય તે માટે 14 ફૂવારાથી પાણીનો છંટકાવ

ગાંધીનગર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ઓક્સિજન સતત ચાલુ રહેતાં પાઇપ પર બરફ જામતાં પ્રેશર અટકી જાય છે
 • દરરોજ 5 હજાર લીટર પાણી વપરાય છે, અન્ડર ગ્રાઉન્ડ ટાંકી બનાવીને પાણી તેમાં જાય તે જ પાણીનો સરક્યુલર ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવાથી પાણીનો બગાડ અટકાવી શકાય

રાઉન્ડ ધ ક્લોક સતત પ્રેસરથી ઓક્સિજન જવાથી પાઇપ ઉપર બરફ જામી જાય છે. આથી ઓક્સિજનની પાઇપો ઉપર જામી જતા બરફને દુર કરવા માટે પાણીના છંટકાવ માટે ફરતે 14 ફુવારા મુકાયા છે. ફુવારાની મદદથી પાઇપ ઉપર જામી ગયેલા બરફને દુર કરાશે. ત્યારે દરરોજ 5 હજાર લીટરનો પાણીનો ઉપયોગ કરાતા મોટા પ્રમાણમાં બગાડ થઈ રહ્યો છે.

હોસ્પિટલના 8 માળ સુધી ઓક્સિજનનો સપ્લાય પહોંચાડવા માટે પ્રેસરથી ઓક્સિજન અપાય છે. આથી સતત 24 કલાક પ્રેસરથી ઓક્સિજન ઉપર લઇ જવાથી પાઇપ ઉપર બરફ જમા થઇ જાય છે. બરફ જમા થવાથી ઓક્સિજનના પ્રેસર પર તેની અસર પડે છે. ઉપરાંત ઘણી વખત ઓક્સિજન ઠરી જવાની પણ શક્યતા રહેલી છે.

આથી પાઇપમાં ઓક્સિજન ઠરી જાય નહી તે માટે તેની પાઇપ પર જામી ગયેલા બરફને પાણીનો મારો ચલાવીને દુર કરાય છે. જોકે અગાઉ લોખંડની ઘોડીની મદદથી કર્મચારી પાણીનો છંટકાવ કરીને ઓક્સિજનની જામી ગયેલા બરફને દુર કરતા હતા. જે અંતર્ગત ધાબાની ઓવરહેડ ટાંકીમાંથી સ્પેશ્યિલ પાઇપની મદદથી ઓક્સિજનની પાઇપ લાઇનને ફરતે 14 જેટલા ફુવારા મુકાયા છે.

બરફને પીગળાવવા માટે દરરોજ 5 હજાર લીટર પાણીનો ફુવારાની મદદથી છંટકાવ કરાશે. જોકે ઓક્સિજનની પાઇપ ઉપર બરફ જતો રહેશે. પરંતુ તેની સાથે સાથે પાણીનો પણ બગાડ થઇ રહ્યો છે. ત્યારે અન્ડર ગ્રાઉન્ડ ટાંકી બનાવીને પાણી તેમાં જાય તે જ પાણીનો સરક્યુલર ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવાથી પાણીનો બગાડ અટકાવી શકાય.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો