તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કેનેડા જવા પરણિતા પાસે પૈસાની માંગણી કરી છૂટાછેડા માટે મોતની ધમકી અપાઈ

ગાંધીનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જમીયતપુરાનાં મહિલાની અમદાવાદ રહેતા પતિ સહિત 6 સામે ફરિયાદ

ગાંધીનગર તાલુકાના જમીયતપુરા ખાતે રહેતી યુવતીને અમદાવાદ રહેતાં પતિ તથા સાસરીયા સામે શારીરિક-માનસિક ત્રાસ અને દહેજની માંગણીની ફરિયાદ નોંધાવી છે. મળેલી માહિતી પ્રમાણે જમીયતપુરા ખાતે રહેતા નેહા મીલાપકુમાર પટેલે આ અંગે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તેમના લગ્ન 2018માં અમરાઈવાડી જોગેશ્વરી સોસાયટીમાં રહેતાં મીલાપકુમાર દિલીપભાઈ પટેલ સાથે થયા હતા. લગ્ન બાદ ફરિયાદી સાસરીમાં સસરા દિલીપભાઈ શંકરદાસ પટેલ, સારુ જાગૃતીબેન, જેઠ જયમીન સાથે સંયુક્ત પરિવારમાં રહેતાં હતા. ફરિયાદીના દાવા પ્રમાણે સાસુ-સસરા અને જેઠ કરીયાવરમાં ખૂબ જ ઓછું આપેલ છે કહીં મેંણાટોણા મારતા હતા. સાસરીમાં પાસેના વિસ્તારમાં જ રહેતાં મામા સસરા જગદીશભાઈ મંગળભાઈ પટેલ અને શૈલેષભાઈ મંગળભાઈ પટેલ પણ ઘરે આવીને પતિ તથા સાસુની ચઢાવણી કરતાં હોવાનો આક્ષેપ ફરિયાદીએ કર્યો છે.

તમામ લોકોએ ભેગા મળીને ફરિયાદીની પતિને કેનેડા મોકલવા માટે તેમના માતા અને ભાઈ પાસે રોકડા 10 લાખ માંગતા હતા. પૈસા આપી શકે તેવી પરિસ્થિતિ ન હોવાને પગલે ફેબ્રુઆરી મહિનામાં પતિએ ગડદાપાટુનો માર મારીને ઘરમાંથી કાઢી મુકી હતી. મહિલાના દાવા પ્રમાણે ‘પતિએ પૈસા લીધા વગર આવીશ તો ઘરે પેસવા નહીં દઉં કહીં ધમકી આપી હતી.’ સમાજના આગેવાનોએ વચ્ચે પડીને સમાધાન કરાવતા સાસરીવાળા ફરિયાદીને તેડી ગયા હતા. જોકે તે બાદ પણ પતિ, સાસુ-સસરાના કોઈને કોઈ વાતે મેણાટોંણા ચાલુ રહ્યાં હતા. જે બાદ 17 ઓક્ટોબરના રોજ પતિએ ‘તું મને કોઈ રીતે છુટાછેડા આપી દે મારે કેનેડા જઈ બીજા લગ્ન કરીને કાયમી ત્યાં જ રહેવું છેે, તારા ઘરેથી પૈસા મંગાવ્યા હતા તું લાવેલ નથી’ શબ્દો બોલીને ઝઘડો કર્યો હતો. જે બાદ પતિએ બંને મામાને બોલાવી લીધા હતા.

મહિલાના દાવા પ્રમાણે તમામે ભેગામળીને તેમને ગડદાપાટુનો મારીને છુટાછેડા માટે દબાણ કર્યું હતું. જેઠ જયમિને હાથમાં કેરોસીન છાટી મારી નાખી આપઘાતમાં ખપાવવા ધમકી આપી હતી. મહિલાએ છુટાછેડા માટે હા પાડી તે લોકોએ તેમને છોડી દીધા હતા. જે બાદ મહિલાએ પિયરમાં પહોંચીને તમામ ઘટના અંગે જાણ કરી હતી. તે સમયે મહિલાએ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ પતિ પોતાના અંધારામાં રાખીને કેનેડા જવાની તૈયારીમાં હોવાની શંકા જતા પરણિતાએ સમગ્ર મુદ્દે અડાલજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસે ફરિયાદીના પતિ, સાસુ-સસરા, જેઠ અને 2 મામાજી સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો