કચેરીનું સ્થળાંતર:સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત કચેરીનું સરનામુ બદલાયું, હવે ગાંધીનગરના સેક્ટર-13માં નવા વહીવટી બિલ્ડીંગમાં ખસેડાય

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની કચેરી ડૉ.જીવરાજ મહેતા ભવન, બ્લોક નં-14, ગાંધીનગર ખાતે કાર્યરત હતી. હવેથી આ કચેરી વહીવટી બિલ્ડિંગ સેકટર-13 ગાંધીનગર ખાતે કાર્યરત રહેશે.
કામ અર્થે નવા સરનામે સંપર્ક કરવા જણાવાયું
સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગરની કચેરી ડૉ.જીવરાજ મહેતા ભવન, બ્લોક નં-14, ગાંધીનગર ખાતે કાર્યરત હતી. હવેથી આ કચેરી વહીવટી બિલ્ડિંગ સેકટર-13 ગાંધીનગર ખાતે કાર્યરત રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતની કચેરી હવેથી સેક્ટર-13-બી, ખ-૩ સર્કલ નજીક, વાવોલ રેલ્વે ક્રોર્સીંગ પાસે, EVM વેર હાઉસ કચેરીની બાજુમાં, ગાંધીનગરમાં બેસશે. આથી નાગરિકો, તમામ સરકારી કચેરીઓ તથા લાગતા વળગતા તમામ વ્યક્તિઓ અને પ્રજાજનોને હવે પછીનો પત્ર વ્યવહાર કે રૂબરૂ મુલાકાત માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના નવા સરનામે સંપર્ક તથા પત્ર વ્યવહાર કરવાનો રહેશે એમ સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...