ધોડધામ:PMના કાર્યક્રમ સ્થળે ખુલ્લા રહેલા વાયરો SPGએ તાકીદે દૂર કરાવ્યા

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જગ્યાએ ભરાયેલા પાણીને જોતા હંગામી એનઓસી આપવાની ના પાડી હતી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શુક્રવારે ગિફ્ટ સિટીમાં ઇન્ટરનેશનલ બુલિયન એક્સચેન્જ અને NSE IFSC-SGX કનેક્ટનું લોચિંગ કર્યું હતું. વડાપ્રધાનની મુલાકાતને પગલે તંત્ર દ્વારા છેલ્લા અઠવાડિયાથી દોડધામ કરીને સુરક્ષા સહિતના આયોજન કરાયા હતા. ત્યારે ગુરૂવારે રાત્રે વરસાદને પગલે કાર્યક્રમ સ્થળની આસપાસ વરસાદી પાણી ભરાતા તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ફાયરના જવાનો સહિતના અધિકારીઓ દ્વારા રાત્રે અને શુક્રવારે સવારે કાર્યક્રમ સ્થળની મુલાકાત લેવાઈ હતી. જોકે કાર્યક્રમ સ્થળે ખુલ્લા વાયરો જોઈને એસપીજી અને ફાયર વિભાગ બંને ચોકી ગયા હતા.

મળેલી માહિતી મુજબ ફાયર વિભાગ દ્વારા ખુલ્લા વાયરો અને આસપાસની જગ્યામાં ભરાયેલા પાણીને જોતા હંગામી એનઓસી આપવાની ના પાડી દીધી હતી. બીજી તરફ એસપીજી દ્વારા પણ પીએમની સુરક્ષાને ધ્યાને લઈને તાત્કાલિક ખુલ્લા વાયરોને ટેપિંગ સહિતની સુચના આપી હતી. જેને પગલે કાર્યક્રમ સ્થળે આસપાસ તાત્કાલિક પાણીનો નિકાલ કરાયો હતો અને ખુલ્લા રહેલાં વાયરોને ટેપિંગ કરાયું હતું. જોકે વરસાદી મહોલ વચ્ચે પાણી ભરાતા એકદરે તંત્ર અને આયોજકો બંનેને ધોડધામ થઈ ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...