બદલીની શક્યતા:રાજકુમારને મુખ્ય સચિવ બનાવાય તેવી અટકળો તેજ, પંકજ કુમારને ખસેડાય તેવી શક્યતા

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજ કુમાર - ફાઇલ તસવીર - Divya Bhaskar
રાજ કુમાર - ફાઇલ તસવીર
  • પેરેન્ટ કેડરમાં મોકલવાનો નિર્ણય ગણત્રીપૂર્વકનો?

ગુજરાત કેડરના 1987 બેચના સનદી અધિકારી અને કેન્દ્ર સરકારમાં ડીફેન્સ મેન્યુફેક્ચરિંગ ડીપાર્ટમેન્ટના સેક્રેટરી રાજકુમારને કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પરથી પેરેન્ટ કેડરમાં રાજ્યની સેવામાં પાછા મોકલવાના હુકમ બાદ હવે રાજકુમારને ગુજરાત સરકારના મુખ્ય સચિવ બનાવાશે તેવી અટકળો તેજ થઇ છે.

પંકજ કુમાર - ફાઇલ તસવીર
પંકજ કુમાર - ફાઇલ તસવીર

સરકારના સૂત્રોના જણાવ્યા મુજબ રાજ કુમારને માત્ર સચિવ બનાવાય તે બાબત તર્કસંગત નથી. તેઓ ગુજરાતમાં પરત ફરે ત્યારે સીધા જ તેમને મુખ્ય સચિવના પદ પર મુકવામાં આવે તેવી શક્યતા છે. ગુજરાતમાં ચૂંટણી આવે તે પહેલાં રાજકુમારને રાજ્યના વહીવટીતંત્રમાં મુખ્ય સચિવના સર્વોચ્ચ હોદ્દા પર સારો એવો સમય કામ કરવા મળે તે આશયથી આ વિચારણા કરાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...