નશાના કારોબારનો પર્દાફાશ:ગાંધીનગરના સરગાસણમાં ચાલતાં હુક્કાબાર ઉપર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના દરોડા, ચાર ઈસમોની 54 હજારની મત્તા સાથે ધરપકડ; સંચાલક ફરાર

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના સરગાસણમાં THE HYPE CAFE& RESTRO નામના હુક્કાબાર ઉપર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ત્રાટકીને ચાર ઈસમોને રંગેહાથ ઝડપી પાડી જુદી જુદી ફ્લેવરનાં 147 નંગ ડબ્બા, ચીલમો મળીને કુલ રૂ. 54 હજારથી વધુની મત્તા જપ્ત કરી ઈન્ફોસિટી પોલીસ મથકમાં હુક્કા બારના સંચાલક સહિત પાંચ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવ્યો છે.

હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફલેવર એડ કરવામાં આવતી હતી
ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં યુવા વર્ગને નશાના રવાડે ચઢતાં અટકાવવા નશાની ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે માહિતી મેળવી કાયદેસરની કાર્યવાહી કરવા ગાંધીનગર રેન્જ આઇજીપી અભય ચુડાસમા તથા પોલીસ અધિક્ષક તરૂણ દુગ્ગલની સૂચનાથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પીઆઈ વી.ડી.વાળા તથા આર.આર.પરમાર સક્રિય થયા હતા. જે અન્વયે બાતમી મળેલ કે,સરગાસણ ખાતે આવેલ કામેશ્વર ઇન્ટરનેશનલ સ્કુલની સામે યુવરાજસિંહ ઝાલા નામનો ઇસમ “THE HYPE CAFE& RESTRO“નામનુ હુક્કાબાર ચલાવે છે. જેમાં ગેરકાયદેસર રીતે હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફલેવર એડ કરી હુક્કાબારનો ધંધો કરે છે. અને ઘણા ગ્રાહકો હુક્કા બારમાં બેસી હુક્કો પીવે છે.

THE HYPE CAFE& RESTRO હુક્કાબાર ઝડપાયું
જે ચોક્કસ બાતમીના આધારે એસઓજીની ટીમે હુક્કાબાર ઉપર દરોડો પાડયો હતો. જ્યાં હુક્કાબાર સંચાલકના કર્મચારી નવનીત સંદીપ કદમ (રહે. સી/17 સર્વોતમનગર, અવની ભવન પાસે,ચાંદખેડા), અંકીત દિપકભાઇ અગ્રવાલ (રહે. કે/૧૨ ધનશ્યામ નગર સોસાયટી, કલેકટર કચેરી સામે, સુભાષબ્રીજ) , અબ્દુલ બારીક અને ઈનામ અબ્દુલહનન (બંને રહે. ઉક્ત કેફેની ઓરડી) ની ધરપકડ કરી લીધી હતી.

ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો
આ રેઇડ દરમિયાન એસઓજીએ ચીલમના હુક્કા નંગ-8, હુક્કાની જુદી-જુદી ફ્લેવરોના નાના મોટા પેકેટ તથા ડબ્બા કુલ નંગ-147, હુક્કામાં લગાવવાની પ્લાસ્ટીકની જુદા-જુદા કલરની પાઇપો, એલ્યુમીનીયમ ફોઇલનો રોલ નંગ - 5,એક લોખંડની કોલસા ઝારવાનો ઝારો, ચિલમમાં કોલસા ભરવા માટેનો ચિપીયો, કેશ કાઉન્ટરમાંથી મળી આવેલ રોકડ રકમ રૂ.3150 તેમજ બે મોબાઈલ ફોન મળીને કુલ રૂ. 54 હજાર 520 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...