વિશેષ કાળજી:ઠંડી વધતા જ પ્રકૃત્તિ ઉદ્યાનના પ્રાણીઓની વિશેષ કાળજી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇન્દ્રોડા પ્રકૃત્તિ ઉદ્યાનમાં પ્રાણીઓને ઠંડીની સામે રક્ષણ આપવામાં આવ્યું. - Divya Bhaskar
ઇન્દ્રોડા પ્રકૃત્તિ ઉદ્યાનમાં પ્રાણીઓને ઠંડીની સામે રક્ષણ આપવામાં આવ્યું.
  • રૂમ હિટરને બદલે શણના કોથળા તેમજ વુડન પ્લેટફોર્મનો ઉપયોગ

છેલ્લા ચારેક દિવસથી નગરનો લઘુત્તમ તાપમાનનો પારો 8થી 9 ડીગ્રીની આસપાસ ઘૂમ્યા કરે છે ત્યારે ઇન્દ્રોડા પ્રકૃત્તિ ઉદ્યાનના પ્રાણીઓને ઠંડી લાગે નહી તે માટે શણના કોથળા, વુડન પ્લેટફોર્મ અને કેનવાસ સહિતનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઉપરાંત તૃણાહારી પ્રાણીઓ માટે ઘાસનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ ઉપરાંત ચોવીસ કલાક ફુંકાતા ઠંડા પવનોથી હાડગાળી નાંખતી ઠંડીથી બચવા માટે ઇન્દ્રોડા પ્રકૃત્તિ ઉદ્યાનના માંસાહારી, તૃણાહારી અને સસ્તન પ્રાણીઓની બખોલમાં હુંફાળું વાતાવરણ રહે તે માટે તકેદારી રખાઈ છે. તેમાં વાઘ, સિંહ, દિપડો જેવા માંસાહારી પ્રાણીઓની ગુફામાં ફરસથી ઠંડી લાગે નહી તે માટે વુડન પ્લેટફોર્મની વ્યવસ્થા કરાઈ છે.

ઉપરાંત બારી અને બારણાંની ઉપર કેનવાસથી બંધ કરીને ઠંડા પવનોથી રક્ષણ અપાયું છે. જ્યારે સસ્તનવર્ગના પ્રાણીઓને વધુ ઠંડી લાગતી હોય છે. આથી સસ્તનવર્ગના પ્રાણીઓ જેમ કે સાપ માટે હિટરને બદલે લાઇટના ગોળા અને શણના કોથળાનો ઉપયોગ થયો છે. હિટર મુકવાથી શફોકેશનથી પ્રાણીને ગભરામણ થવાની મોત થવાની શક્યતા રહેલી છે. ઉપરાંત તૃણાહારી પ્રાણીઓ માટે ઘાસ પાથરવામાં આવ્યું હોવાનું ગીર ફાઉન્ડેશન સંચાલિત ઇન્દ્રોડા નેચર પાર્કના સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...