CM રૂપાણીનું સંબોધન:'લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બિનજરૂરી બહાર ના નીકળો, આઠ દિવસમાં આ સંક્રમણ આપણે તોડી નાંખવા માંગીએ છીએ'

ગાંધીનગરએક વર્ષ પહેલા
 • કૉપી લિંક
મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસ� - Divya Bhaskar
મુખ્યમંત્રી વિજય રૂપાણીની તસ�
 • કોરોના સામેની લડાઈ એક જૂટ થઈને લડવા માટે CM રૂપાણીએ જનતાને કરી અપીલ.
 • સોશિયલ મીડિયા પર સંબોધન કરી લોકોને કામ વિના ઘરની બહાર ન નીકળવા જણાવ્યું.

ગુજરાતમાં કોરોના કેસમાં આવેલા રોકેટગતિએ ઉછાળાની સ્થિતિને જોતા રૂપાણી સરકારે આજે સવારે રાજ્યના 29 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂના અમલની જાહેરાત કરી હતી. બીજી તરફ આવતી કાલથી 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે વેક્સિનેશનની પ્રક્રિયાનું રજીસ્ટ્રેશન શરૂ થઈ રહ્યું છે. એવામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સોશિયલ મીડિયા મારફતે ગુજરાતની જનતાને સંબોધન કર્યું હતું. તેમણે આગામી આઠ દિવસમાં કેટલાક કડક પ્રતિબંધો તથા રાત્રિ કર્ફ્યૂ દ્વારા કોરોના પર વિજય મેળવવા લોકોને સાથે મળીને લડાઈમાં જોડાવા કહ્યું હતું.

પહેલી એપ્રિલથી ગઈ કાલ સુધી બે લાખથી વધુ સંક્રમિત
પોતાના સંબોધનમાં વિજય રૂપાણીએ કહ્યું, એક મહિનામાં પાંચ લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શન ગુજરાતની જનતાને ઉપલબ્ધ કરાવ્યા છે. થોડીક અગવડતાઓ પણ સ્વાભાવિક આપણને દેખાઈ રહી છે. ક્યાંક બેડ મેળવવામાં, ક્યાંક ઓક્સિજનમાં તકલીફ દેખાય છે. મૃત્યુનું પ્રમાણ વધ્યું છે પણ ગભરાવાની જરૂર નથી. આ યુદ્ધ છે એમાં જે કરવું પડે એની બધા અધિકારીઓને છુટ આપી છે. પહેલી એપ્રિલથી ગઈ કાલ સુધી બે લાખથી વધુ લોકો સંક્રમિત થયાં છે. સાજા થનાર વ્યક્તિ 14 દિવસે સાજા થાય છે. 92 હજાર લોકો સાજા થઈને ઘરે ગયા છે અને રીકવરીનો આંકડો વધી રહ્યો છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરી
તેમણે વધુમાં કહ્યું કે, 'આ વખતે વેક્સિનનું શસ્ત્ર આપણી પાસે છે. 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂની સાથે સાથે બધું બંધ, સવારે સાતથી રાત્રે આઠ સુધી ઘણી જગ્યાઓ બંધ રાખવામાં આવી છે. શહેરોના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, કે બિનજરૂરી બહાર ના નિકળે, લોકો પોતાના ઘરમાં જ રહે, આઠ દિવસમાં આ સંક્રમણ આપણે તોડી નાંખવા માંગીએ છીએ. ​​​​​​​બાકીના ગામડાઓને પણ વિનંતી કરવા માગું છું, ગામમાંથી કોઈ પોઝિટિવ આવે તેને ગામમાં જ ટ્રીટમેન્ટ આપવામાં આવે. ​​​​​​​​​​​​​​ગામના તમામ જવાબદાર લોકો ગામના લોકોમાં જનજાગૃતિ લાવીને અભિયાન ચલાવીશું. સરકાર તમામ લોકોની સાથે છે, આવો આપણે સૌ સાથે મળીને એક જુટ થઈને કોરોના સામેની લડાઈ લડીએ.'

રાજ્યના 29 શહેરમાં નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયું
રાજ્યના 29 શહેરમાં નાઈટ કર્ફ્યૂ જાહેર કરાયું

રાજ્યમાં 29 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ અમલમાં
​​​​​​​
નોંધનીય છે કે કોરોના મહામારીની નાગચૂડમાં સપડાયેલા ગુજરાતના બચવાના ઉપાયના ભાગરૂપે રાજ્ય સરકારે ગુજરાતનાં વધુ 9 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી બનાવ્યો છે. અત્યારસુધી 20 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ અમલી હતો, જેમાં હવે હિંમતનગર, પાલનપુર, નવસારી, વલસાડ, પોરબંદર, બોટાદ, વિરમગામ, છોટાઉદેપુર અને વેરાવળ-સોમનાથનો ઉમેરો થયો છે. આમ, હવે ગુજરાતનાં કુલ 29 શહેરમાં રાત્રિના 8થી સવારના 6 વાગ્યા સુધીનો આ કર્ફ્યૂ 5મી મે સુધી અમલી રહેશે. તદુપરાંત આ 29 શહેરમાં વધારાનાં નિયંત્રણો મૂકવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આમ, ગુજરાતનાં શહેરોમાં સરકારનું 'મિની લોકડાઉન' અને ગામડાંમાં જનતાનું સ્વયંભૂ લોકડાઉન અમલમાં આવ્યું છે.

કર્ફ્યૂ જાહેર કરાયું તે 29 શહેરોનું લિસ્ટ
કર્ફ્યૂ જાહેર કરાયું તે 29 શહેરોનું લિસ્ટ

સરકાર દ્વારા લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો

 • રાજ્યનાં 29 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ ઉપરાંત વધારાનાં નિયંત્રણો મૂકવાની રાજ્ય સરકારની જાહેરાત​​​​​​
 • આ નિયંત્રણ તા. 28મી એપ્રિલ-2021 બુધવારથી તા. 05મી મે-2021 બુધવાર સુધી અમલી રહેશે.
 • આ નિયંત્રણો દરમિયાન ઉપરોક્ત 29 શહેરમાં તમામ આવશ્યક સેવાઓ ચાલુ રહેશે.
 • અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, ફળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, દૂધ પાર્લર, બેકરી તથા ખાદ્યપદાર્થોની દુકાનો ચાલુ રહેશે.
 • આ 29 શહેરમાં પણ તમામ ઉદ્યોગો, ઉત્પાદન એકમો, કારખાનાં અને બાંધકામપ્રવૃત્તિઓ યથાવત્ ચાલુ રહેશે. આ તમામ એકમોએ SOPનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
 • તમામ મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત્ રહેશે.
 • આ 29 શહેરમાં તમામ રેસ્ટોરાં બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.
 • તમામ 29 શહેરમાં મોલ, શોપિંગ કોમ્પ્લેક્સ, ગુજરીબજાર, સિનેમા હોલ, ઓડિટોરિયમ, જિમ, સ્વિમિંગ પૂલ, વોટરપાર્ક, જાહેર બાગ-બગીચાઓ, સલૂન, સ્પા, બ્યુટીપાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.
 • સમગ્ર રાજ્યમાં તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC ચાલુ રાખી શકાશે.
 • સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે, માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
 • સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ 50 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે.
 • સમગ્ર રાજ્યમાં લગ્નપ્રસંગમાં નિયમો અનુસાર વધુમાં વધુ 50 વ્યક્તિ હાજર રહી શકશે અને અંતિમવિધિઓમાં 20 વ્યક્તિ હાજર રહી શકશે.

મુખ્યમંત્રીના અધ્યક્ષપદે સવારે બેઠકનું આયોજન
મુખ્યમંત્રી રૂપાણીના અધ્યક્ષપદે આજે સવારે મળેલી આ તાકીદની બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) શ્રી પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. જયંતી રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.